જીવનશૈલી મનોરંજન

‘દિયા ઔર બાતી’ના આ અભિનેતા બન્યા બીજી વાર પિતા, દીકરા સાથે શેર કરી તસ્વીર અને રાખ્યું આ નામ

ટીવી અને બૉલીવુડ જગતમાં આગળના ઘણા સમયથી માતા-પિતા બનવાના કે લગ્નના સમાચાર સામે આવ્યા છે. એવામાં તાજેતરમાં જ ટીવી જગતના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા એવા અનસ રશિદના ઘરે પણ એકવાર ફરીથી કિલકારીઓ ગુંજી છે.

Image Source

લાંબા સમયથી ટીવી દુનિયાથી દૂર અનસે વર્ષ 2017માં ચંદીગઢની રહેનારી હીના ઇકબાલ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે અનસના લગ્ન પણ ખુબ ચર્ચિત રહ્યા હતા. હાલ તે બીજીવાર પિતા બન્યા છે, અને દીકરાનો જન્મ થયો છે.

Image Source

અનસે આ સારા સમાચાર ઇન્સ્ટાગ્રામ દ્વારા તસ્વીર શેર કરીને આપ્યા છે અને સાથે જ દીકરાના નામનો પણ ખુલાસો કર્યો છે.

Image Source

અનસે પોતાના નવજાત દીકરાની તસ્વીર શેર કરી છે જેમાં તે દાદા-દાદીના ખોળામાં દેખાઈ રહ્યો છે. તસ્વીરનીસાથે અનસે લખ્યું કે,”મારા પિતાએ ઘરે પોતાના પૌત્ર ખબીબ અનસ રશીદનું સ્વાગત કર્યું. આ ખાસ મૌકા પર તમારા દરેકના પ્રેમ અને શુભકામનાઓ માટે આભાર”.અન્ય એક તસ્વીરમાં અનસે દીકરાને હાથમાં ઊંચકી રાખ્યો છે.

Image Source

જણાવી દઈએ કે અનસની પત્ની હીનાએ વર્ષ 2019માં દીકરીને જન્મ આપ્યો હતો જેનું નામ ઇનાયત છે. દીકરીના જન્મની જાણકારી પણ અનસે સોશિયલ મીડિયા દ્વારા જ આપી હતી. અનસ અવાર નવાર દીકરી અને પત્ની સાથેની તસ્વીરો શેર કરતા રહે છે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનસ કહી તો હોગા, ક્યાં હોગા નિમ્મો કા, પૃથ્વીરાજ ચૌહાન, એસે ન કરો વિદા જેવા ટીવી શોમાં કામ કરી ચુક્યા છે. જો કે તેને સાચી ઓળખ અને લોકપ્રિયતા ટીવી શો ‘દિયા ઔર બાતી હમ’માં સૂરજ રાઠીના કિરદાર દ્વારા મળી હતી. આ શો 2011 થી 2016 સુધી ચાલ્યો હતો.

Image Source

આ શોમાં અનસ અને મીઠાઈ બનાવનાર હતા અને તેને આ કિરદારમાં દર્શકોએ ખુબ પસંદ કર્યો હતો, આ શો પણ ખુબ જ હિટ રહ્યો હતો.આ શો માટે તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો.

Image Source

અનસ છેલ્લી વાર આ જ શોના બીજા ભાગ ‘તું સૂરજ ઔર મૈ સાંજ પીયાજી’માં પણ જોવા મળ્યા હતા. હાલ અનસ ટીવી અને લાઈમલાઈટથી દુર પોતાના પરિવાર અને પત્ની સાથે જીવન વિતાવી રહ્યા છે.