ફિલ્મી દુનિયા

બાળકો સાથે ક્રિસ્મસ ઉજવવા પહોંચી અનન્યા પાંડે, પરી જેવી દેખાય છે 10 તસ્વીરોમાં

જેમ-જેમ ક્રિસ્મસનો તહેવાર નજીક આવી રહ્યો છે બોલીવૂડના સિતારાઓ પોતપોતાની રીતે આ તહેવારની ઉજવણી કરી રહયા છે. ત્યારે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પતિ, પત્ની ઔર વોની અભિનેત્રી અનન્યા પાંડેએ પણ ક્રિસ્મસ પહેલા જ શનિવારની સાંજે મુંબઈના એક મોલમાં એક એનજીઓના બાળકો સાથે ક્રિસ્મસની ઉજવણી કરી.

Image Source

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેને એનજીઓના બાળકો સાથે ક્રિસમસના સેલિબ્રેશનમાં ખૂબ જ એન્જોય કરતી કોવા મળી. તેની આ સમયની તસ્વીરો વાયરલ થઇ રહી છે. આ દરમ્યાન તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેને લાલ રંગનો ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. શોર્ટ ડ્રેસની સાથે જ તેને મેચિંગ હિલ્સ પણ પહેર્યા હતા.

Image Source

આછા મેકઅપ, લિપસ્ટિક અને હાઈ પોનીટેલમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેને એનજીઓના બાળકો સાથે ડાન્સ પણ કર્યો હતો અને તેમને ભેટ પણ આપી હતી. સાથે જ એનજીઓના બાળકોએ પણ પોતાના હાથે જ બનાવેલા ગ્રીટિંગ્સ પણ અનન્યાને આપ્યા હતા.

Image Source

બોલિવૂડમાં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી ડેબ્યુ કરનાર આ અભિનેત્રીએ સેલિબ્રેશન દરમ્યાન એનજીઓના બાળકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. વાયરલ થયેલી આ તસ્વીરોમાં અનન્યા પાંડે ક્યારેક બાળકોને સ્વીટ ખવડાવતી તો ક્યારેક તેમની સાથે ફની મૂડમાં તસ્વીરો લેતી જોવા મળી.

Image Source

અનન્યા પાંડેએ આ મોલમાં એક ખાસ મહેમાન તરીકે ક્રિસ્મસ માટે કરવામાં આવેલી બધી જ તૈયારીઓ પર નજર કરી અને ક્રિસ્મસ માટે તૈયાર કરવામાં આવેલા ખાસ ડેકોરેશનનું પણ અનાવરણ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

પોતાની ડેબ્યુ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને તારા સુતરીયા પણ જોવા મળી હતી. જયારે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પતિ, પત્ની ઔર વોમાં તે અભિનેતા કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

હાલમાં અનન્યા પાંડે મકબૂલ ખાનની ફિલ્મ ખાલી પીલીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ઈશાન ખટ્ટર સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે.

બૉલીવુડ ઘણી ઓછી એક્ટ્રેસ હશે જે મેકઅપ વગર સારી લાગતી હોય છે. આ એક્ટ્રેસમાં શામેલ છે. બોલીવુડની યંગ એન્ડ બ્યુટી ગર્લ અનન્યા પાંડે. અનન્યા પાંડેએ હાલમાં જ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. છતાં પણ તેના લુક અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે.

અનન્યા પાંડેની તસ્વીર વાયરલ થતી રહે છે. તેનું સૌથી મોટું કારણ તે યંગ સ્ટાઈલિશ ડિવા છે. અનન્યા તેની સ્ટાઇલથી દરેક વખતે ફેન્સને ચોંકાવી દે છે. કોઈ પાર્ટી હોય કે એરપોર્ટ પર તેનો જલવો હોય છે. અનન્યાની સૌથી ખાસ વાત તો એ છે કે, તે ગમે તે પહેરે સ્ટાઈલિશ જ દેખાઈ છે.

અનન્યા પાંડેને હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ નવી એક્ટ્રેસ હંમેશાની જેમ એરપોર્ટ લુકમાં કમ કમાલ લાગી રહી હતી. અનન્યા પાંડેએ એરપોર્ટ લુકમાં આ વખતે કૈંમોંફલાજ ચેમ્પર પર પસંદગી ઉતારી હતી.

આ રોમપર ફક્ત જોવામાં જ કુલ જ ના હતા પરંતુ પહેરવાથી પણ અનન્યા ઘણી કમ્ફર્ટેબલ લાગી રહી હતી. આ 20 વર્ષની એક્ટ્રેસ નો મેકઅપ લુકમાં એકદમ સિમ્પલ લાગી રહી હતી. અનન્યાએ રોમપરની સાથે લુઇ વીટોન નું નેવરફૂલ જીએમ બેગ કેરી કર્યું હતું.

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અનન્યા બોલીવુડમાં આવી તેને ભલે હજુ ઘણો સમય ન થયો હોય પણ તેની પર્સનાલિટી ,લુક્સ અને સ્ટાઈલમાં ઘણો ફેરફાર નજર આવે છે.

સ્વીટ અને સિમ્પલ લાગતી અનન્યા ચર્ચાનો વિષય બની તેનું કારણ તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરેલ તસ્વીરો છે. એ તસ્વીરો શેર કર્યાના થોડા જ સમયમાં ખુબ વાયરલ થઇ હતી.

ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ ના ટ્રેલર લોન્ચમાં અનન્યા પિંક કલરના વી- નેક લેસ શોર્ટ ડ્રેસમાં નજર આવી હતી. અનન્યાએ Alice McCall નો ડ્રેસ પહેરેલ હતો. લાઈટ મેકઅપ, લિપસ્ટિક અને ખુલા કર્લી વાળમાં અનન્યા સ્વીટ ની સાથે સેક્સી પણ લાગી રહી હતી.