ચંકી પાંડેની લાડલી બોયફ્રેન્ડ જોડે માલદીવ ગઈ અને ત્યાં જતા જ બિકીની તસવીરો મૂકીને કહેર વરસાવી દીધી…જુઓ તસવીરો
ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 દ્વારા ડેબ્યુ કરનારી ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે પોતાની ચુલબુલી અદાને લીધે પણ જાણવામાં આવે છે. અનન્યા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો કે વિડીયો શેર કરતી રહે છે.

માનવામાં આવી રહ્યું છે કે અનન્યા હાલ શાહિદ કપૂરના સાવકા ભાઈ ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી છે. બંનેએ ફિલ્મ ખાલી પીલીમાં સાથે કામ કર્યું હતું, ત્યારથી આ જોડી ચર્ચિત છે. એવામાં હવે બંને નવરાશની પળો માણવા માટે માલદીવ પહોંચ્યા છે.બંનેને એરપોર્ટ પર પણ સ્પોટ કરવામાં આવ્યા હતા.

માલદીવમાં સમુદ્રની લહેરો વચ્ચે અનન્યા ભરપૂર આનંદ માણતી જોવા મળી હતી. અનન્યાએ ઇન્સ્ટા એકાઉન્ટ પર માલદિવ વેકેશનની તસ્વીરો પણ શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

અમુક તસ્વીરોમાં તે સમુદ્રમાં મજા લેતી તો અમુકમાં તે બર્ગર ખાતી પણ દેખાઈ રહી છે, આ દરમિયાન અનન્યાએ પિન્ક પ્રિન્ટેડ બિકીની પહેરી છે, બિકીની પહેરીને અનન્યા પુલ કિનારે બેસીને ચીલ કરતી જોવા મળી છે. અનન્યાને બિકીની અવતારમાં જોઈન ચાહકો પણ હેરાન થઇ ગયા છે અને તેની તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સનો ઢગલો થયો છે. ઈશાન ખટ્ટરે પણ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાની બોડી ફ્લોન્ટ કરી રહ્યા છે.
અનન્યા પોતાની ફિટનેસ પર પણ ખુબ ધ્યાન આપે છે અને મોટાભાગે તે પોતાના જીમની બહાર જોવા મળે છે. અનન્યા દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ ચતુર્વેદીની સાથે શકુન બત્રાની એક ફિલ્મમાં જોવા મળશે.