અજબગજબ ખબર જીવનશૈલી

અનંત અંબાણીના જન્મને કોઈ ચમત્કારથી કમ નથી માનતા મુકેશ અને નીતા અંબાણી, જાણો કારણ

જ્યારે ડોકટરોએ નીતા અંબાણીની કહી દીધું હતું કે તે ક્યારેય મા નહિ બની શકે, વાંચો આખો કિસ્સો

દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમની લાઈફ સ્ટાઇલ ખુબ જ ચર્ચામાં રહે છે. તેમનો પરિવાર પણ મીડિયામાં છવાયેલો રહે છે. પરંતુ નીતા અંબાણીએ પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

Image Source

નીતા અને મુકેશના લગ્નના થોડા વર્ષો બાદ જ નીતા અંબાણીને ડોક્ટરોએ જણાવી દીધું હતું કે તે ક્યારેય મા નહીં બની શકે. પરંતુ ત્યારબાદ તે ત્રણ બાળકોની માતા બની અને તેમાં પણ સૌથી નાના દીકરા અનંત અંબાણીના જન્મને તે કોઈ ચમત્કારથી કમ નથી માનતી.

Image Source

નીતા અંબાણી જયારે 23 વર્ષની હતી ત્યારે જ ડોક્ટરોએ તેને જણાવી દીધું હતું કે તે ક્યારેય બાળકને જન્મ નહીં આપી શકે. ડોક્ટરોની વાતોથી નીતા અંદરથી હચમચી ગઈ હતી, પરંતુ તેને હાર ના માનવાનું નક્કી કરી લીધું.

Image Source

એ સમયે જ નીતાની મુલાકાત પ્રખ્યાત ગાયનોકોલોજીસ્ટ ડૉ. ફિરૂજા પારીખ સાથે થઇ. ફિરૂજા પારીખે તેમને આઇવીએફ તકનીક દ્વારા બાળકને જન્મ આપવા વિશેની સલાહ આપી. જેના માટે નીતા અંબાણી તૈયાર થઇ. આ સમગ્ર પ્રક્રિયા ડોક્ટર ફિરુજાની દેખરેખમાં જ થઇ.

Image Source

આઇવીએફ તકનીક દ્વારા નીતા અંબાણીને જોડિયા બાળકોનો જન્મ થયો. જેમાં એક દીકરો અને એક દીકરી હતા. તેના નામ તેમને ઈશા અને આકાશ રાખ્યા. ઈશા અને આકાશના જન્મ બાદ ત્રીજા બાળક એટલે કે અનંત અંબાણીનો જન્મ ત્રણ વર્ષ પછી થયો.

Image Source

ડોકટરોનું કહેવું હતું કે નીતા ક્યારેય મા નહીં બની શકે પરંતુ અનંતનો જન્મ ખુબ જ સામાન્ય રીતે થયો, અને જેના કારણે નીતા અને મુકેશ અંબાણી તેને કોઈ ચમત્કારથી કમ નથી માનતા. આ બધી જ વાતો નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવી હતી.