કરીના કપૂર, અનુષ્કા શર્મા બાદ હવે ફિલ્મ ‘વિવાહ’ની એક્ટ્રેસ અમૃતા રાવએ પણ ખુશખબરી આપી છે. હાલમાં જ અમૃતા અને પતિ અનમોલને પેપરાઝીએ તેના કેમરામાં કેદ કરી લીધા હતા. ખબરોનું માનીએ તો બંને ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા. આ તસ્વીરમાં અમૃતાનું બેબી બંપ જોવા મળ્યું હતું. અમૃતાએ બાળકના જન્મ પહેલા પ્રેગ્નેન્સીથી જોડાયેલું રાજ ખોલ્યું હતું.
View this post on Instagram
મુંબઈ મિરર સાથેની વાતચીતમાં અમૃતા રાવ તેની માતા બનવાની સફર અને મેન્ટલ હેલ્થની પ્રાયોરિટી પર રાખવાની વાત કરી હતી. આ સાથે જ અમૃતાએ કહ્યું હતું કે, તેની માતા બનવાનો અહેસાસ બાકી છે. અમૃતાને લાગે છે કે જયારે બાળક સામે હશે ત્યારે અહેસાસ થશે કે પ્રકૃતિ શું કરી શકે છે.
View this post on Instagram
પ્રેગ્નેન્સીના ક્રેવિંગ્સ દરમિયાન અમૃતા રાવે જણાવ્યું હતું જે, બાળક વધુ ડિમાંડિંગ નથી. તેને કંઈ ખાવાની ઈચ્છા નથી થતી. તેને જે મન થાય છે તે જમી લે છે અને ફીલ થાય છે કે બાળક જમવાને લઈને ઘણો ખુશ છે.
View this post on Instagram
અમૃતાએ જણાવ્યું હતું કે, અનમોલ તેની બહુ કેર કરે છે. બાળક માટે બંનેનું એક ફેવરિટ ગીત છે. ‘થોડા તુમ્હારા થોડા હમારા આયેગા ફિરસે બચપન હમારા.’ તો અનમોલ રોજ રાતે તેના અને બાળક માટે ભગવત ગીતાનો એક પાઠ વાંચે છે. તો મહામારીને કારણે મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું અને પોઝિટિવ રહેવું જરૂરી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, કથિત રૂપે શાહિદ કપૂરની ગર્લ ફ્રેન્ડ કહેનારી એક્ટ્રેસ અમૃતા રાવ લગ્નના 4 વર્ષ બાદ પહેલા બાળકનું સ્વાગત કરશે.
View this post on Instagram
અમૃતા અને અનમોલના લગ્ન 2016માં લગભગ 7 વર્ષ ડેટ કર્યા બાદ કર્યા હતા. આ લગ્ન ગુપચુપ રીતે કરવામાં આવ્યા હતા.અમૃતા અને અનમોલના ઘરવાળા અને નજીકના દોસ્ત જ શામેલ થયા હતા.
View this post on Instagram
ફિલ્મ ‘ઇશ્ક-વિશ્ક’માં શાહિદ અને અમૃતાને લઈને કહેવામા આવે છે કે, આ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા અને અફેરની ખબર મીડિયામાં આવી હતી.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.