કોરોનાના તુફાન વચ્ચે ‘અમ્ફાન’એ ખતરનાક રુપ ધારણ કર્યુ, જાણો શું ચાલી રહ્યું છે

0

ભારતીય મોસમ વિભાગ દ્વારા ચક્રવર્તી તોફાન એમ્ફાનની આગાહી કરવામાં આવી છે. ઇન્ડીયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ(IMD)એ જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં અને દક્ષિણ આંદામાન સમુદ્રમાં લો પ્રેશર બની રહ્યું છે. આ હળવું દબાણ જો ચક્રવાતમાં ફેરવતા ‘આમ્ફાન’ નામક વાવાઝોડું ત્રાટક્યું હતું.

Image Source

ભારતીય ભારતીય હવામાન વિભાગ મુજબ સૌથી મોટું સંકટ ચક્રવાત એમ્ફાન છે જે બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહ્યું છે. બંગાળની ખાડીમાંથી તોફાની પવન આઠ રાજ્યોમાં આજથી ચાર દિવસ સુધી ત્રાટકે તેવી શક્યતા છે. પશ્વિમ બંગાળ, ઓડિશા, અંદામાન નિકોબારમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. આને કારણે આ બંને રાજ્યોના ઘણા ભાગોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. આ જોતાં હવામાન વિભાગે બંને રાજ્યોને એલર્ટ કરી દીધા છે અને માછીમારોને સોમવારથી દરિયામાં ન જવા કહ્યું છે. દરિયાકાંઠાના રાજ્યોમાં આ વાવાઝોડું ત્રાટકવાનો ભય છે. જેથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

Image Source

ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ રહેવા આદેશ અપાયો છે. અન્ય 12 જિલ્લાઓ માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ વર્તાશે. વાવાઝોડું એમ્ફાન વર્ષ 2020નું પહેલું ચક્રવાત બની શકે છે.

Image Source

મોસમ વિભાગનાં જણાવ્યા અનુસાર, ઓડિસા અને તેની આજુબાજુના ઇલાકા-રાજ્યોમાં આ તોફાનની અસર વર્તાવવાની સંભાવના છે. જો ચક્રવાત ઉત્પન્ન થશે તો 17 મે સુધી ઉત્તર-પૂર્વ તરફ અને ત્યારબાદ તેની દિશા ઉત્તર-દક્ષિણ તરફ આગળ વધવાની હશે.

Image Source

આ સમય દરમિયાન 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે પવન ફૂંકાશે, જે વધીને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. મોસમ વિભાગે ઓડિસાના દરિયા કિનારાના જીલ્લાઓને એલર્ટ આપ્યું છે. ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને પશ્વિમ બંગાળના ક્ષેત્રોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Image source

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 17 એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના ડીજી એસ.એન.પ્રધાને કહ્યું કે, મુખ્યાલયથી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અમે રાજ્ય સરકારો અને હવામાન વિભાગ સાથે સતત સંપર્કમાં છીએ.

Image Source

મોસમ વિભાગે જાણકારી આપી છે, કે આ વર્ષે ચોમાસું કેરળમાં અંદાજે પાંચ જૂન આસપાસ પહોંચશે. જૂન મહિનાની શરૂઆત સાથે કેરળને કાંઠે ટકરાતું ચોમાસું આ વર્ષે પાંચ-સાત દિવસ મોડું પહોંચવાની સંભાવના છે. મે મહિનાની 20 તારીખે આંદામાન-નિકોબારના ટાપુઓને સ્પર્શ કરતું ચોમાસું ગયા વર્ષે બે દિવસ વહેલું પહોંચી ગયું હતું. મોસમ વિભાગે જાણકારી આપી છે, કે આ વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને ઉત્તરીય ભારતનાં રાજ્યોમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા એકાદ સપ્તાહ મોડું પહોંચશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.