અજબગજબ

છેલ્લા 67 વર્ષથી આ 87 વર્ષનો વૃદ્ધ નહાયો નથી, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો

ઠંડી આવતાની સાથે જ ઘણા લોકો નાહવાનું બંધ કરી દે છે, તો ઉનાળાની અંદર લોકો બે-ત્રણ વાર પણ નાહવા માટે જતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જે છેલ્લા 67 વર્ષથી નહાયો જ નથી. વાંચીને જ વિચારમાં પડી જવાયને ? પરંતુ આ હકીકત છે.

Image Source

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વ્યક્તિનું નામ અમો હાજી છે જેમની ઉંમર 87 વર્ષની છે. તે ઈરાનનો રહેવાસી છે અને દક્ષિણ ઈરાનના ફાર્સ પ્રાંતના દેજગાહ ગામની અંદર રહે છે. તે છેલ્લા 67 વર્ષથી નહાયો નથી.

Image Source

અમો હાજીનું માનવું છે કે તે જો સાફ અને સ્વચ્છ રહેશે તો બિમાર થઇ જશે. જેના કારણે તેમને પાણીથી પણ નફરત છે.

Image Source

ફક્ત પાણી જ નહીં, હાજીને તાજા ખાવાથી પણ તકલીફ છે. તેમને તાજું જમવાનું પણ પસંદ નથી. સડેલા-ઓગળેલા પોર્ક્યૂપાઈનનું માસ તેમનું ગમતું ફૂડ છે. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે તણાવને દૂર કરવા માટે હજુ જાનવરોના મળને તમાકુની જેમ પાઈપમાં નાખીને ધુમાડા કાઢે છે.

Image Source

હવે દરેકના મનમાં પ્રશ્ન એ ઉભો થઇ રહ્યો છે કે શા કારણે હાજું આવું કરી રહ્યા છે ? તો તેનો જવાબ છે કે ભાવનાત્મક રૂપે જીવન જીવવામાં તેમના જીવનની અંદર કેટલીક મુશ્કેલીઓ આવી હતી. ત્યારબાદ તેમને પોતાના જીવનને જીવવાની આ રીત શીખી લીધી.

Image Source

હાજી એક દિવસની અંદર 5 લીટર પાણી પીવે છે. જયારે તેમના વાળ અને દાઢી વધી જાય છે ત્યારે તેને સળગાવી દે છે. શિયાળાની અંદર પોતાને ગરમ રાખવા માટે તે એક હેલ્મેટનો ઉપયોગ કરે છે. આ હેલ્મેટનો ઉપયોગ યુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો.