સુંદરતામાં આજકાલની અભિનેત્રીઓને પછાડે છે ‘ગબ્બર સિંહ’ ની પુત્રી, જુઓ ક્યૂટ તસ્વીરો
બોલીવુડમાં ઘણી ફિલ્મો આવી અને ચાલી ગઈ, પરંતુ ઘણી ફિલ્મો એવી હતી જે સદાબહાર ફિલ્મો તરીકે જાણીતી થઇ એવી જ એક ફિલ્મ હતી “શોલે” જે ઐતિહાસિક બની ગઈ. આ ફિલ્મની અંદર ખતરનાક ખલનાયક ગબ્બર સિંહ ખુબ જ પ્રખ્યાત બન્યો હતો.

આ ફિલ્મમાં ગબ્બર સિંહના પાત્રએ ઘણી ચર્ચાઓ પણ મેળવી. પરંતુ આજે આપણે વાત ગબ્બર સિંહનું પાત્ર નિભાવનાર અભિનેતા અમજદ ખાનની નહીં પરંતુ તેની ખુબ જ સુંદર દીકરીની કરીશું. જે બોલીવુડની અભિનેત્રીઓ કરતા પણ સુંદર દેખાય છે. અને જલ્દી જ બોલીવુડમાં એન્ટ્રી પણ કરવાની છે.

અમજદ ખાનની સુંદર દીકરીનું નામ છે અહમલ ખાન. જે અભિનેત્રીઓ જેવી સુંદર છે અને તે બહુ જ જલ્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી પણ કરવાની છે. અહમલ એક અભિનેત્રી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરશે.

એટલું જ નહીં, અહમલ, દેશપાંડેના નાટક મિસ બ્યુટીફૂલ ઉપર આધારિત ફિલ્મ મિસ સુંદરીમાં પાત્ર ભજવવાની છે. અહમલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાતા પહેલા છેલ્લા ઘણા સમયથી રંગમંચ સાથે પણ જોડાયેલી છે.

અહમલે એક શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તે ફિલ્મનું નામ હતું “રિફ્લેક્શન”. ત્યારબાદ તેનું સપનું બોલીવુડમાં આવવાનું હતું, જેને તે હવે પૂરું કરવા જઈ રહી છે. તે ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ પણ છે.

અહમલના લગ્ન થઇ ચુક્યા છે. તેને વર્ષ 2011માં જફર કરાચીવાલા સાથે લગ્ન કર્યા હતા. અહમલ સિવાય અમજદ ખાનને બે દીકરા પણ છે. જેમાંથી એક શાદાબ ખાન બોલીવુડમાં એક અભિનેતા પણ રહી ચુક્યો છે. પરંતુ તે ફ્લોપ સાબિત થયો.