ખબર

કોરોનાથી મુંબઈ પોલીસ વિભાગમાં પહેલું મૃત્યુ, અત્યાર સુધીમાં રાજ્યમાં 96 પોલીસકર્મીઓ સંક્રમિત

કોરોના વાયરસથી દેશભરમાં હજારો લોકો સંક્રમિત થઇ ચુક્યા છે અને કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસ દેશના કોરોના વોરિયર્સને પણ પોતાની ચપેટમાં લઇ રહ્યો છે, ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફની સાથે સાથે પોલીસકર્મીઓ પણ કોરોના વાયરસનો શિકાર બની રહયા છે.

મુંબઈમાં કોવિડ-19ના સંક્રમણથી પોલીસ વિભાગમાં પહેલા મોતનો મામલો સામે આવ્યો છે. 57 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત પેન્ડુરકરનું મૃત્યુ કોરોના વાયરસના સંક્રમણને કારણે થયું. ચંદ્રકાન્ત પેન્ડુરકરની પોસ્ટિંગ વકોલા પોલીસ સ્ટેશનમાં થઇ હતી. વકોલા કોરોના સંક્રમથી ખરાબ રીતે પ્રભાવિત વિસ્તારોમાંથી એક છે.

કોરોના સંક્રમિત થયા બાદ એમની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને એમની સાથે ડ્યુટી પર તૈનાત બીજા પોલીસકર્મીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા અને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મૃતક પોલીસકર્મીના પરિવારમાં તેમની પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે.

ચંદ્રકાન્ત પેન્ડુરકરના મૃત્યુના સમાચાર મુંબઈ પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યા હતા. આ પછી સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને પણ મુંબઈ પોલીસની ટ્વીટને રીટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

અમિતાભ બચ્ચને ટ્વીટમાં લખ્યું – આ ખૂબ જ દુઃખદ છે. તેઓ આપણા સર્વાઇવલ માટે કામ કરે છે અને પોતાની જિંદગીનું બલિદાન આપે છે. બહાદુરોને નમન છે.

સ્વાસ્થ્ય અને પોલીસકર્મીઓને સંક્રમિત હોવાના કેસ સતત સામે આવી રહયા છે. મહારાષ્ટ્ર પોલીસના જવાનુ કોરોના વાયરસથી અન્ય રાજ્યની સરખામણીમાં વધુ સંક્રમિત છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલા પોલીસકર્મીઓની સંખ્યા 96 થઇ ગઈ છે. અત્યાર સુધીમાં 7 પોલીસકર્મીઓ ઠીક પણ થઇ ચુક્યા છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.