ફિલ્મી દુનિયા

શહેનશાહે નવી મોંઘીદાટ લગ્ઝરી ગાડી ખરીદતાં લોકો ભડક્યા, કહ્યું- સોનુ સૂદ કરોડોની ગરીબોને મદદ કરી રહ્યો છે અને તમે…

બીગબીએ કોરોનામાં કરોડોની કાર લીધી તો જાણો કેમ સોશિયલ મીડિયા પર યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ…કોરોના વાયરસની મહામારીમાં આપણા પૈકી ઘણા લોકો ખરાબ સમય વિતાવી રહ્યા છે.  તો બીજી તરફ અર્થવ્યવસ્થા પણ ખરાબ રીતે ડગમગી ગઈ છે.

કોરોના જેવી મહામારીને કારણે ઘણા લોકોએ તેની નોકરી ગુમાવી દીધી છે. ભારતમાં હાલ જીડીપીનો દર 23.9 સુધી ઘટી ગયો છે. જે અત્યાર સુધીનો સૌથી ખરાબ છે. આ કારણે કઠિન સમયમાં નિરાશ થનારા લોકો હવે અમિતાભ બચ્ચન પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચનની હાલમાં જ નવી તસ્વીર સામે આવી છે. જેમાં બીગ-બી તેની લકઝરી કાર સાથે પોઝ દેતા નજરે ચડે છે. અમિતાભ બચ્ચને હાથમાં ચાવી પકડીને નવી આવેલી કારનું  સ્વાગત કરે  છે. અમિતાભે મર્સીડીઝ એસ ક્લાસ ખરીદી છે. જેની કીંમત 1.38 કરોડ થી  2.78 કરોડ સુધીની છે. જેવી બિગ બીએ કાર સાથે શો ઓફ કર્યું, તે ઇન્ટરનેટ પર પીપલ્સને ગમ્યું નહીં અને તેમણે બિગ બીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

Image Source

ખુબ જ પોપ્યુલર પાપારાઝી વિરલ ભાયાનીના પોસ્ટ પર લોકો બિગ બીને ખરીખોટી સંભળાવી રહ્યાં છે. એક ઇન્ટરનેટ યુઝરે કહ્યું કે- એટલા જ પૈસા છે તો ડોનેટ કરો, પૈસા ઉપર લઈને જશો. ત્યારે બીજાએ લખ્યું- શો ઓફ કરે છે. એક યુઝરે લખ્યું- આ મહાનાયક બને છે અને સુશાંતને લઈને એકપણ પોસ્ટ કરી નથી.

પછી આ પોસ્ટમાં એક યુઝરે ગરીબોના મસીહા કહેવાતા સોનુ સૂદનું નામ લઈને અમિતાભ બચ્ચનને પાઠ ભણાવ્યો. એક યુઝરે લખ્યું- અત્યારે પણ 1 નાના બાળકની જેમ નવી કાર ખરીદીને ખુશ થઈ રહ્યાં છો.કંઈક સાર્થક કરો જયારે ગરીબોના મસીહા સોનુ સૂદ લોકોની મદદમાં કરોડો ખર્ચી રહ્યો છે અને બિગ બી એક કાર પર એક કરોડ ખર્ચે છે. એકે લખ્યું- જીવનમાં સ્ટાર બનવું હોય તો સોનુ સૂદ જેવા બનો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અમિતાભ બચ્ચનની આ મહામારી દરમિયાન નવી લકઝરી કાર ખરીદવું અમુક વર્ગને પસંદ નથી આવ્યું.  સોશિયલ મીડિયા યુઝર્સ અમિતાભ બચ્ચનને કોરોના કાળમાં નવી કાર ખરીદવાના ફેંસલા પર ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે, શો ઓફ બંધ કરીને જરૂરિયાત મંદની મદદ માટે આગળ આવવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ-12’ નું શૂટિંગ ફરીથી શરૂ કર્યું છે. અમિતાભ બચ્ચનએ એક્ટર પૈકી એક છે જેને લોકડાઉનમાં પણ શુટીંગ કરી રહ્યા હતા. તે સમયે જ તેને કોરોના પોઝીટિવ આવ્યો છે. લગભગ 1 મહિના સુધી નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.