ખબર ફિલ્મી દુનિયા

હોસ્પિટલમાં દાખલ થયેલા અમિતાભ અડધી રાત્રે થયા ભાવુક, ટ્વીટ કરીને લખી આ મોટી વાત

વિશ્વભરમાં કોરોના ફેલાયેલો છે અને વાયરસની ચપેટમાં સામાન્ય માણસથી લઈને બોલીવુડના સેલેબ્રિટીઓ પણ ફસાયા છે. પરંતુ દુઃખદ સમાચાર ત્યારે આવ્યા જયારે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, તેમનો દીકરો અભિષેક, વહુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યા પણ કોરોના સંક્રમિત આવ્યા. વિશ્વભરના લોકો અમિતાભના સારા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. ઘણી જગ્યાએ અમિતાભ અને તેમના પરિવારની સલામતી માટે લોકો હવન અને પૂજાઓ કરી રહ્યા છે. ચાહકોનો આ પ્રેમ જોઈને અમિતાભ પણ ભાવુક થઇ ગયા હતા. હાલમાં જ અમિતાભે ટ્વીટ કરીને સૌનો આભાર વ્યક્ત કર્યો છે.

Image Source

અમિતાભ બચ્ચન હાલમાં મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, અમિતાભને કોઈપણ પ્રકારનો કોઈ ખતરો નથી. તો બીજી તરફ અમિતાભના ચાહકો દુનિયાભરમાં સોશિયલ મીડિયા દ્વારા પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરી રહ્યા છે. આ જોઈને અમિતાભ પણ ભાવુક થયા.

Image Source

હાલમાં જ અમિતાભે ટ્વીટ કરતા કહ્યું છે કે: “મને એસએમએસ, વ્હોટ્સએપ, ઇન્સ્ટા, બ્લોગ અને બધા જ સોશિયલ મીડિયાના માધ્યમોથી અમારી ભલાઈ માટે તમારો આશીર્વાદ, પ્રેમ અને પ્રાર્થના મળે છે. મારી કૃતજ્ઞતાની કોઈ સીમા નથી. હોસ્પિટલનો પ્રોટોકોલ પ્રતિબંધાત્મક છે, હું હજુ વધારે નહીં કહી શકું…પ્રેમ !!”

આ પહેલા પણ અમિતાભે પોતાના અધિકારીક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા એક તસ્વીર પોસ્ટ કરી હતી. આ તસ્વીર સાથેના કેપશનમાં અમિતાભે લખ્યું હતું: “ઈશ્વરના ચરણોમાં સમર્પિત.” આ તસ્વીર અમિતાભે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીના મંદિરનો ફોટો પોસ્ટ કર્યો હતો. અને પોતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યા હતા.

Image Source

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન 11 જુલાઈના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેની જાણકારી અમિતાભે પોતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી હતી. અમિતાભના પોઝિટિવ આવવા ઉપર આખા પરિવારનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં જયા બચ્ચન સિવાય બધા જ પોઝિટિવ આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.