મનોરંજન

કિસ્સો-જ્યારે ડોક્ટરોએ અમિતાભ બચ્ચનજીને મૃત સમજીને જયાં બચ્ચનને છેલ્લી વાર જોવા માટેનું કહ્યું હતું

24 સપ્ટેમ્બર 2019 ના રોજ સદીના મહાનાયક અમિતાભજીને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી હતી. દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન છે, જેની ઘોષણાથી અમિતાભજીની સાથે સાથે તેના ચાહનારાઓ પણ ખુબ ખુશ થયા હતા. જણાવી દઈએ કે આ તારીખ સાથે અમિતાભજીનો ખાસ અને જૂનો સંબંધ છે.

Image Source

24 સપ્ટેમ્બર-1982:

Image Source

આ તે તારીખ છે, જ્યારે અમિતાભજી મૃત્યુને માત આપીને પોતાના ઘરે પાછા ફર્યા હતા. આજે અમે તમને આ ઘટના પાછળનો ખાસ કિસ્સો જણાવીશું.

Image Source

વાત 26 જુલાઈ-1962 ફિલ્મ ‘ફૂલી’ના શૂટિંગ સમયની છે. આ શૂટિંગના દરમિયાન અમિતાભજી અભિનેતા પુનીત ઈસ્સરની સાથે એક એક્શન સીન શૂટ કરી રહ્યા હતા. જેમાં પુનિત અમિતાભજીને મુક્કા મારવાના હતા. એવામાં થયું એવું કે શૂટિંગના સમયે બચ્ચનજી ખોટા સમયે જંપ(કૂદકો)કરી બેઠા અને પુનિતનો મુક્કો અમિતાભજીને પેટમાં લાગી ગયો. આ મુક્કો અમિતાભજીને ખુબ જોરથી લાગ્યો હતો અને નીચે પડી જવાને લીધે પાસેનું ટેબલ પણ અમિતાભજીને પેટમાં લાગી ગયું હતું જેનાથી તેને ખુબ ગંભીર ઇજા થઇ ગઈ હતી.

Image Source

જેના પછી આ ફિલ્મની શૂટિંગ ત્યાં જ સ્થગિત કરવામાં આવી અને અમિતાભજી આરામ કરવા મારે ઘરે ચાલ્યા ગયા. પણ અમુક જ દિસવો પછી તેની હાલત બગડવા લાગી અને તેને બેંગ્લોર સેન્ટ ફિલોમેનજ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા.

Image Source

અમિતાભજીએ 2 ઓગસ્ટ 2015 માં લખેલા બ્લૉગમાં પણ આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. અમિતાભજીએ લખ્યું હતું કે આ ઘટના પછી 8 દિવસોની અંદર જ તેની બે સર્જરી કરાવવામાં આવી હતી પણ કઈ સુધાર ન આવવાને લીધે ડોકટરો પણ તેને મૃત સમજી બેઠા હતા. આ સિવાય ડોક્ટરોએ જયાં બચ્ચનજઈને એવું કહીને ICU માં મોકલ્યા કે તેની પહેલા અમિતાભજી દુનિયા છોડે તમે તેને છેલ્લી વાર મળી લો.

Image Source

જો કે ડોક્ટર ઉદવાડીયા એ પોતાની છેલ્લી કોશિશ પણ કરી અને તેને ઘણા કોર્ટિઝન ઇન્જેક્શન આપ્યા જેના પછી અમિતાભજીના પગમાં હલચલ જોવા મળી. આ દ્રશ્ય સૌથી પહેલા જયાજીએ જોયું હતું અને જોરથી કહ્યું હતું કે,”જુઓ તે જીવિત છે.”

જેના પછી અમિતાભજી સ્વસ્થ થયા અને મૃત્યુને પાછળ છોડીને તે 24 સપ્ટેમ્બર 1982 ના રોજ પોતાના ઘરે પાછા આવ્યા હતા. નવું જીવન મળ્યા પછી બિગ બી એ પોતાના બ્લૉગમાં દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.