ફિલ્મી દુનિયા

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેકનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ…એ ફેક ન્યુઝ હતી, ખુદ અમિતાભે જણાવ્યું

કોરોનાની ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને બોલીવુડના સેલિબ્રિટીઓ પણ ચડી ચુક્યા છે. સદીના શહેનશાહ અમિતાભ બચ્ચન અને તેના દીકરા અભિષેકનો 11 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

હાલમાં જ એક ખબર વાઇરલ થઇ હતી કે, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સાથે જ અભિષેકને લગભગ સાંજ સુધી હોસ્પિટલમાંથી રજા આપી દે તેવી પણ શક્યતા છે. બિગ બીને એકાદ-બે દિવસ હોસ્પિટલમાં જ રાખવામાં આવશે.

અમિતાભે ટ્વીટરમાં માહિતી આપી કે આ ન્યુઝ ખોટી છે

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

જણાવી દઈએ કે, ગઈ કાલે અમિતાભ, અભિષેક, આરાધ્યા અને ઐશ્વર્યાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પિતા-પુત્રનો રિપોર્ટ નેગેટીવ ને માતા-પુત્રીનો રિપોર્ટ આવ્યો ના હતો.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

જણાવી દઈએ કે, 77 વર્ષીય અમિતાભ અને 44 વર્ષીય અભિષેક છેલ્લા 12 દિવસથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભને કોરોનાના હળવા લક્ષણો અને ઓક્સિજન લેવલ ઓછું જોવા મળ્યું હતું. બચ્ચન પરિવારમાં કોરોનાની એન્ટ્રી થતા તેના ચારેય બંગલા સીલ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બચ્ચન પરિવારમાં ફક્ત જ્યા બચ્ચનનો રિપોર્ટ જ નેગેટિવ આવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.