ફિલ્મી દુનિયા

શું ખરેખર સવારના 3 વાગ્યામાં અભિતાભ બચ્ચનને લઇ જવામાં આવ્યા હતા હોસ્પિટલ, જાણો પૂરો મામલો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન પેટ અને ફેફસાને લગતી થોડી બીમારીઓને કારણે છેલ્લા ત્રણ દિવસથી મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. પરંતુ આ સમાચાર અફવા છે. કેટલીક વેબસાઈટ પર એવા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે અમિતાભ બચ્ચનને તેમની તબિયત લથડતા મંગળવારે રાતે 2 વાગે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. આ વાતને સિક્રેટ રાખવામાં આવી હતી. આટલી સિક્રેટ કે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં બીજા કોઈને ખબર નથી કે અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

પરંતુ તાજેતરના કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચન રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા. છેલ્લા ઘણા સમયથી અમિતાભ પેટ અને ફેફસાને લગતી થોડી બીમારીઓને કારણે રેગ્યુલર ચેકઅપ માટે જતા રહે છે.

image source

અમિતાભ બચ્ચનના મેકઅપ આર્ટિસ્ટે પણ એક અખબાર સાથે વાતચીતમાં આ સમાચારને અફવા ગણાવી હતી અને જણાવ્યું હતું કે બિગ બી જે ઉંમરના છે એને કારણે તેમને નિયમિત ચેકઅપ માટે જવું પડે છે જે સામાન્ય વાત છે. છેલ્લા 3-4 દિવસથી કેબીસીનું કોઈ જ શૂટ નથી થયું ત્યારે તેમની ગેરહાજરીને હોસ્પિટલમાં હોવાનું જણાવી દેવામાં આવ્યું છે. તેઓ કેબીસીનું શૂટ ખતમ કરીને તેમની ફિલ્મના શૂટિંગ માટે આઉટડોર જવાના છે. જો તેમની તબિયત ખરાબ હોય તો તેઓ આઉટડોર પ્લાન શા માટે બનાવે!

ત્યારે તેમના હોસ્પિટલમાં એડમિટ હોવાની વાતો અફવાઓ જ સાબિત થઇ રહી છે. ગુરુવારે રાતે અમિતાભ બચ્ચને ટ્વીટર પર કડવા ચોથની શુભકામનાઓ પણ આપી હતી. ત્યારે અમિતાભનું ટ્વીટર એકાઉન્ટ પણ એ વાત સાબિત કરે છે કે તેઓ માત્ર ચેકઅપ માટે ગયા હતા, એડમિટ થવા માટે નહિ.

image source

જણાવી દઈએ કે વર્ષ 1982માં ‘કૂલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભને ઇજા પહોંચી હતી. જેને કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. એ સમયે અમિતાભનું ઘણું લોહી નીકળી ગયું હતું ત્યારબાદ અમિતાભને 200 ડોનર્સ દ્વારા 60 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું હતું.

image source

અમિતાભ ત્યારે તો બચી ગયા હતા પણ એ સમય દરમિયાન તેમને બીજી બીમારી લાગુ પડી ગઈ હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અમિતાભે જણાવ્યું હતું કે, ‘એ સમયે જયારે તેને 200 ડોનર્સના લોહી ચઢાવવામાં આવ્યું હતું તેમાંથી એકને હેપેટાઇટિસ બી વાઇરસ હતો. એમનું લોહી મારા શરીરમાં આવ્યું સાથે એ વાઇરસ પણ મારા શરીરમાં પ્રવેશી ગયો હતો. 2000ના વર્ષ સુધી હું ઠીક હતો, પણ તેના પછી એક સામાન્ય મેડિકલ ચેકઅપમાં સામે આવ્યું હતું કે મારા લીવરમાં ઇન્ફેક્શન છે.’

image source

જણાવી દઈએ કે અમિતાભનું 75 ટકા લીવર ખરાબ થઇ ચૂક્યું છે તે ફક્ત 25 ટકા લીવરને સહારે જીવી રહયા છે.

અમિતાભના કામની વાત કરીએ તો આજકાલ અમિતાભ ‘કૌન બનેગા કરોડપતિ 11’ માં નજર આવે છે. એ સિવાય અમિતાભની ચાર ફિલ્મો આવી રહી છે – ‘ગુલાબો-સીતાબો’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘ઝુંડ’ અને ‘ચેહરે’.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.