હાલ વિશ્વભર કોરોનાની મહામારી ચાલી રહી છે. વિશ્વમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ચીનના વુહાન શહેરમાંથી આ બીમારી બહાર આવી હતી. આ બાદ અમેરિકા દ્વારા સતત ચીન પર આરોપ લગાડવામાં આવી રહ્યા હતા. આ વચ્ચે ટ્રમ્પ સરકાર દ્વારા ઝટકો આપવામાં આવ્યો છે.

અમેરિકા હવે સત્તાવાર રીતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો સભ્ય દેશ રહ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા લેખિત નિર્ણય પાઠવીને WHOને જાણ કરી છે.અમેરિકાનો આ નિર્ણય WHO અને અન્ય દેશો માટે આ એક જબરદસ્ત મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

જણાવી દઈએ કે, અમેરિકાએ એપ્રિલ મહિનાથી WHOને ફંડિંગ કરવાનું બંધ કરી દીધુ હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ મહિનામાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનથી અલગ થવાની જાહેરાત કરી હતી. 6 જુલાઈ 2021 બાદ અમેરિકા WHOનો સભ્ય દેશ નહીં રહે.

નોંધનીય છે કે, 1984ના નિયમો મુજબ કોઈ પણ સભ્ય દેશ સદસ્યતા પાછી ખેંચે ત્યારે એક વર્ષ પછી જ તે દેશને WHOમાંથી અલગ કરી શકાય છે. આ ઉપરાંત અમેરિકાએ WHOને બાકી રકમ પણ ચૂકવવાની રહેશે નહીં.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.