ખબર

કોરોના વાયરસ સમની લડતમાં અમેરિકાએ કરી ભારતની મદદ, આપ્યા આટલા લાખ ડોલર

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે આ લડતમાં મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ પણ કફોળી બની છે ત્યારે અમેરિકા પણ ભારતની મદદે આગળ આવ્યું છે. વિદેશ વિભાગના જણાવ્યા પ્રમાણે અમેરિકાએ કોરોના વાયરસના પ્રસારને ધીમો કરવા માટે ભારતને સ્વાસ્થ્ય સહાયતા માટે લગભગ 60 લાખ ડોલરની શક્યતા કરી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ રાશિનો ઉપયોગ ભારતમાં ભારતમાં બીમારીના પ્રસારને ધીમો કરવા માટે કરવામાં આવશે. આ સહાયનો ઉપયોગ આપાતકાલીન તૈયારી અને આ મહામારીની પ્રતિક્રિયા સામે તંત્રને ભેગું કરવા માટે પણ કરવામાં આવશે.

Image Source

કોરોના સામેની લડતમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે છેલ્લા 20 વર્ષ દરમિયાન અમેરિકાએ ભારતને લગભગ 2.8 અરબ અમેરિકી ડોલરની સહાયતા કરી છે. જેમાં 1.4 આરબથી પણ વધારે સહાયતા સ્વાસ્થ્ય શક્યતા માટે આપવામાં આવ્યા છે.

Image Source

અમેરિકા પહેલા પણ બહુપક્ષીય અને ગૈર-સરકારી સંગઠનોને મહામારી સામે લડવા માટે મદદ કરી છે. દક્ષિણ એશિયામાં અમેરિકાએ કોરોના વાયરસ સામે લાડવા માટે અફઘાનિસ્તાનને 8 મિલિયન ડોલર, બાંગ્લાદેશને 9.6 મિલિયન ડોલર, ભુતાનને 5 મિલિયન ડોલર, નેપાળને 1.8 મિલિયન ડોલર, પાકિસ્તાનને 9.4 મિલિયન ડોલર અને શ્રીલંકાને 1.3 મિલિયન ડોલરની મદદ કરી હતી.

Image Source

એમેરિકામાં પણ કોરોના વાયરસનો ખતરો મોટા પાયે ફેલાયેલો છે, હજારો લોકોના મૃત્યુ થયા છે અને લાખો લોકો કોરોનથી સંક્રમિત થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.