ખબર

ટ્રમ્પના સુર બદલ્યા, મિત્ર મોદીના ભરપેટ વખાણ કરતાં કહ્યું, શત્રુને અમે…

આખું વિશ્વ આજે કોરોના વાયરસ સામેની લડાઈ લડી રહ્યું છે, ત્યારે કોરોનથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે. ભારતે અમેરિકાને હાઈડ્રોકસિકલોરોક્વિન દવા મોકલવાઈ અને અમેરિકા સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી હતી, હવે વારો અમેરિકાનો હતો અને અમેરિકાએ પ્રધાન મંત્રી મોદી તેમજ ભારત સાથેની મિત્રતાને પુરવાર કરવા માટે ભારતને વેન્ટિલેટરનું દાન કરવાનું અને આ કોરોના વાયરસ જેવા દુશ્મન સામે સાથે મળીને લડવાની જાહેરાત કરી છે.

Image Source

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે જેમાં તેમને જણાવ્યું છે કે: “મને ગર્વ છે કે અમેરિકા ભારતના મારા મિત્રો માટે વેન્ટિલેટર્સનું દાન કરશે, આપણે આ મહામારી ના સમયમાં ભારતની સાથે દરેક સમયે ઉભા છીએ, અમે વેક્સીન બનાવવામાં પણ એકબીજાની મદદ કરી રહ્યા છીએ” વધુમાં ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું કે : “આપણે સાથે મળી અને કોરોના જેવા દુશ્મનને હરાવીશું.”

Image Source

આ ઉપરાંત શુક્રવારે અમેરિકાના રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું કે “ભારત ખુબ જ મહાન દેશ છે અને પ્રધાનમંત્રી મોદી મારા બહુ જ સારા મિત્ર છે. હું થોડા દિવસ પહેલા જ ભારતમાંથી પાછો આવ્યો છું અને અને અમે લોકો એકસાથે રહ્યા.”

આ ઉપરાંત ટ્રમ્પે નવી દિલ્હી, અમદાવાદ અને આગ્રાના પ્રવાસની પણ વાત કરી હતી. આ પહેલા પણ વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમેરિકા ભારત સાથેના સંબંધોને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ જ ખુશ છે.સૂત્રો દ્વારા એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ભારતને 200 વેન્ટિલેટર અમેરિકા દાનમાં આપી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.