ખબર

UNLOCK1.0: અમદાવાદના આ માઈક્રો કન્ટેઈનમેન્ટ એરિયામાં કોઈ છૂટ નહીં, જાણો ક્યાં એરિયાનો છે સમાવેશ

રાજ્યમાં કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 16794 પહોંચી ગયો છે. કોરોનના કારણે રાજ્યમાં 1038 લોકોના મોત નિપજ્યા છે. તો કોરોનાને મ્હાત આપીને 9919 લોકો સાજા થઇ ગયા છે.

Image Source

આજ લોકડાઉન 5.0 ચાલુ થયું છે. ત્યારે રાજ્યમાં આજથી ઘણી છૂટછાટો આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ અમદાવાદ શહેરના માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની યાદી જાહેર કરી છે. માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારની યાદીમાં જુદા-જુદા ઝોનના 46 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એએમસીની આજે મળેલી બેઠકમાં આખા વોર્ડને બદલે જે-તે વોર્ડમાં આવેલા કોરોના અસરગ્રસ્ત વિસ્તારોને જ માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર હેઠળ મૂકવામાં આવશે.

જણાવી દઈએ કે, 1 જૂનથી 30મી જૂન સુધી લોકડાઉન-5 લાગુ રહેશે. તેને અનલોક-1 એવું નામ પણ આપવામાં આવ્યું છે. જેમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ તબક્કાવાર ખોલવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેને પગલે કોરોના હોટસ્પોટ બની ગયેલા અમદાવાદમાં સંક્રમણ વધારે ફેલાય નહીં અને ધંધા-રોજગાર શરૂ પણ થઈ શકે તે માટે એએમસીએ કેટલાક નિયમો સાથે છૂટછાટો આપી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના ક્યોર રેટ (દર્દી સાજા થવાના દર)માં સતત વધારો થઇ રહ્યો છે. 15 દિવસમાં રાજ્યનો ક્યોર રેટ 39.20 %થી વધીને 43 % થયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.