ખબર જીવનશૈલી

જયારે મુંબઈ ઇન્ડિયન્સ ટીમે લીધી અંબાણીના ગેરેજની મુલાકાત, અંદરનો નઝારો જોતા જ હોંશ ઉડી ગયા

આવું છે અંબાણીનું ગેરેજ, અંદર એવી એવી કાર છે જે તમે જિંદગીમાં કદી નઈ જોય હોય- જુઓ વિડીયો

દરેક વ્યક્તિને કાર માટે ક્રેઝ હોય છે. પણ જયારે કાર પસંદ કરવાની વાત આવે ત્યારે કારની કિંમત અને આરામદાયકતા હંમેશા પહેલા આવે છે. જો કે, વિશિષ્ટ કારોની પસંદગી માટે અંબાણી પરિવાર અગ્રણી સ્થાને આવે છે. તેમની પાસે બીએમડબ્લ્યુથી બેન્ઝ સુધીની કારના નવીનતમ મોડલ્સ છે. તાજેતરની વાત તો એ છે કે મુંબઇ ઇન્ડિયન્સ ટીમના ક્રિકેટરોને અંબાણીનું ગેરેજ જોવાની તક મળી.

વિદેશી કારથી માંડીને સુપરકાર્સ અને અતિ વૈભવી એસયુવી કાર સુધીના કારની વિશાળ વિવિધતાથી તેઓ આશ્ચર્યચકિત થયા હતા. પહેલાના સમયની કારથી શરૂ કરીને બ્રાન્ડ ન્યુ મોડલો સુધી, તેમના ગેરેજમાં 168 કાર છે. મુકેશ અંબાણી ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે અને તે વિશ્વના મુખ્ય દસ શ્રીમંત વ્યક્તિઓમાં તેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે સૌથી મોંઘા ઘરોમાંના એક એન્ટિલાના માલિક છે, જેની કિંમત એક બિલિયન રૂપિયાથી પણ વધારે છે. દરમિયાન, તેમની બધી સંપત્તિ જે તેઓ અને તેમના દીકરા ધરાવે છે, તેને તેમના ઓટોમોબાઈલ સંગ્રહમાં જોઈ શકાય છે. મુકેશ અંબાણી મુખ્યત્વે જે કાર વાપરે છે, એ કસ્ટમાઈઝડ અને સંપૂર્ણપણે બખ્તરવાળી મર્સિડીઝ S600 કાર છે.

મુકેશ અંબાણી પાસે કુલ 168 કાર છે, પરંતુ અહીં, અમે તમને તેના ગેરેજમાં સૌથી પ્રિય અને વિશિષ્ટ કારની વાત કરીશું. રોલ્સ રોયસ, એસ્ટન માર્ટિન, બેન્ટલી, તમે નામ લો એ બધી જ ગાડીઓ તમને એમના ગેરેજમાં મળી જશે. અમુક કારણ વર્ઝન્સ આર્ક વર્ઝન્સ છે, જ્યારે અમુક ગાડીઓ ભારે મજબૂત છે, કારણ કે તેઓ દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે જેમણે ઝેડ-સુરક્ષા કવર મળે છે. આગળ તેની કારોની યાદી જુઓ.

આ ક્રિકેટરોને અંબાણીના ગેરેજમાં હાજર વિવિધ પ્રકારના ગાડીઓને જોવાનો અદભૂત અનુભવ થયો. કેટલીક કારો ક્લાસિક માસ્ટરપીસ છે જ્યારે અન્ય ગાડીઓ આધુનિક સમયની સુવિધાઓને પુરી કરે છે. અંબાણીના ગેરેજમાં બેન્ટલી બેન્ટાગા, જૂની જનરેશનની મર્સિડીઝ-બેન્ઝ ઇ-ક્લાસ, મર્સિડીઝ G63 AMG, બેન્ટલી મુલસેન, રોવર એસયુવી, રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ ઓટો, પોર્શે કેયેન, અને બીજી ઘણી ગાડીઓ જોવા મળે છે.