ખબર ફિલ્મી દુનિયા

માલદીવથી આવીને આલિયા ભટ્ટ સીધી અંતિમ દર્શનાર્થે પહોંચી, શાહરુખ ખાન- અનિલ અંબાણી પણ આવ્યા

રાજીવ કપૂરના નિધનથી પરિવાર શોકમાં અંબાણીથી લઈને શાહરુખ ખાન, આલિયા ભટ્ટ ઉમટી પડ્યા- જુઓ તસવીરો

ગર્ભવતી કરીના ખાન પોતાની માતા બબીતા તથા બહેન કરિશ્મા કપૂર સાથે કાકા રાજીવ કપૂરના ઘરની બહાર જોવા મળ્યાં હતાં. બેબોના ચહેરા પર કાકાના અવસાનનું દુઃખ ચોખ્ખું જોઈ શકાતું હતું. રાજીવની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અરમાન-આદર જૈન (કરીનાની ફોઈ રીમા જૈનના કિડ્સ), નીતુ સિંહ, મહિપ કપૂર, સંજય કપૂર, ચંકી પાંડે, અનિલ અંબાણી સહિતના સેલેબ્સ જેવા સેલેબ્સ રાજીવ કપૂરના અંતિમ દર્શન માટે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

બોલિવુડ ફિલ્મ નિર્માતા અને અભિનેતા તેમજ બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું આજે નિધન થઇ ગયું છે. તેઓ 58 વર્ષના હતા.

Image source

રીપોર્ટ અનુસાર તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને આ દરમિયાન તેમની સાથે રણધીર કપૂર હતા. તેઓ રાજીવ કપૂરને હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ તેમનું નિધન થઇ ગયું.

Image source

રાજીવ કપૂરની તબિયત ખરાબ થયાના સમાચાર મળતા જ મોટા ભાઇ રણધીર કપૂર તરત જ પહોંચી ગયા હતા. રાજીવ કપૂરના અંતિમ સમયમાં રણધીર કપૂર તેમની સાથે હતા.

Image source

હોસ્પિટલથી રાજીવ કપૂરના પાર્થિવ દેહને લઇને રણધીર કપૂર ઘરે પહંચી ચૂક્યા છે. રણધીર કપૂરની સાથે તેમનો ભત્રીજો અરમાન જૈન પણ હોસ્પિટલ પહોંચ્યો હતો.

Image source

રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર પરિવાર આવી ગયો છે. સેલેબ્સ પણ પહોંચી ચૂક્યા છે. રણધીર કપૂરના ચહેરા પર ભાઇને ખોયાનું દર્દ ખૂબ જ દેખાઇ રહ્યુ છે.

Image source

રાજીવ કપૂરને શ્રદ્ધાંજલિ આપવા માટે કરીના કપૂર, કરીશ્મા કપૂર, ચંકી પાંડે, સંજય કપૂર, આદર જૈન, અરમાન જૈન, રણબીર કપૂર વગેરે પહોંચી ગયા છે.

Image source

કરીશ્મા કપૂર માતા બબીતા સાથે પહોંચી હતી. ત્યાં જ રણબીર કપૂર પણ માતા નીતૂ કપૂર સાથે પહોંચ્યા હતા. બોલિવુડ અભિનેત્રી તારા સુતારિયા પણ રાજીવ કપૂરના ઘરે પહોંચી હતી.

Image source

રાજીવ કપૂર રાજ કપૂરના સૌથી નાના દીકરા હતા. રાજીવ કપૂર, રણધીર કપૂર અને ઋષિ કપૂર ત્રણેય ભાઇઓમાં ખૂબ જ સારી બોન્ડિંગ હતી. રાજીવ કપૂર કપૂર પરિવારનો અટૂટ હિસ્સો હતા. રાજીવ કપૂરના નિધન બાદ કપૂર પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

Image source