જો કે મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે તો ઘણું એવી જાણીએ છીએ પણ ક્યારેય નીતા અંબાણીના પરિવાર વિશે જાણવાનો મોકો નથી મળ્યો. નીતાની બહેનો, તેના માતા-પિતા, ભાઈ વગેરે વિશે જાણવા માટે ન તો ક્યારેય આપણે વિચાર્યું, કે ન તો કોઈ ઉત્સુકતા બતાવી. પરંતુ આ વર્ષે જયારે આકાશ અંબાણીના લગ્ન થયા ત્યારે નીતા અંબાણીની બહેન અને માતા ચર્ચામાં આવ્યા હતા. એ સમયે સોશિયલ મીડિયા પર નીતા અંબાણીની બહેન મમતા દલાલ અને તેમની માતા પૂર્ણિમા દલાલની તસ્વીરો વાયરલ થઇ હતી. ત્યારે આજે આપણે નીતા અંબાણીની બહેન મમતા દલાલ વિશે જાણીશું.

મમતા દલાલનું નામ સાંભળીને જ તમને લાગી રહ્યું હશું કે નીતા જેમ તે પણ કોઈ પ્રખ્યાત વ્યક્તિ હશે અને તેના ગજબના ઠાઠ-બાટ હશે પણ અસલમાં તેવું બિલકુલ પણ નથી. જ્યાં એક તરફ નીતા લક્ઝુરિયસ જીવન જીવે છે, તો તેમની બહેન તેનાથી બિલકુલ ઉલટ એક સ્કુલમાં ટીચર તરીકે કામ કરે છે.
મુંબઈની બાંદ્રા સ્થિત ધીરુભાઈ અંબાણી સ્કુલની નીવ રાખતા મમતાએ જ નીતાને સ્કુલના એડ્મીનીસ્ટ્રેશનને સંભાળવામાં મદદ કરી હતી. તેના બાદ આ જવાબદારી મમતાને આપવામાં આવી હતી.

મમતા ખુબ જ સિમ્પલ લાઈફ જીવનારી મહિલા છે. તે વ્યવસાયથી એક ટીચર છે અને નીતા અંબાણીના ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલમાં બાળકોને ભણાવે છે. જ્યાં એક તરફ નીતા પોતાના સ્ટાઈલને લીધે મીડિયાની નજરોમાં રહે છે સાથે જ મમતા મીડિયાથી દુર રહેવાનું પસંદ કરે છે. મમતા મોટાભાગે નીતાના ઘરે આવતા જતા રહે છે અને નીતાની સાસુ કોકીલાબેન સાથે ખાસ નજ્દીકી છે.

નીતા અંબાણીના પિતા રવિન્દ્ર ભાઈ દલાલ અને માતા પૂર્ણિમા દલાલ છે, મમતા દલાલ તેમની મોટી બહેન છે. નીતા અંબાણી કરોડોનો બિઝનેસ સંભાળે છે અને તેમના સ્ટાઇલ સ્ટેટમેન્ટને લીધે તે હેડલાઇન્સમાં રહે છે, જ્યારે મમતાને શાંત અને સાદગીભર્યું જીવન ખુબ જ પસંદ છે, પણ બહેન નીતાની પાર્ટીમાં તે ઘણીવાર નજરમાં આવે છે. મમતાને જવેલરી ડીઝાઈન કરવું ખુબ જ પસંદ છે. ઘણીવાર મમતાને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેમ્પ વૉક કરતા જોવામાં આવ્યા છે.

બૉલીવુડ અને ખેલ જગતની તમામ મોટા સેલિબ્રિટીઝના બાળકો ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ ભણે છે. મમતા દલાલે શાહરૂખ, ઐશ્વર્યા, રવિના ટંડન, હૃતિક રોશન, ચંકી પાંડે અને સચિન તેંડુલકરના બાળકોને ભણાવ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં મમતાએ કહ્યું હતું કે, “દુનિયા માટે આ સેલિબ્રિટીઝના બાળકો છે, પરંતુ મારા માટે તે હંમેશા મારા વિદ્યાર્થીઓ જ છે.”

આ તસ્વીરો ફક્ત આકાશ અંબાણીના લગ્નના ફંક્શનની જ છે. મમતા દલાલે આ દરમિયાન લાલ રંગની સાડી પહેરી હતી. જેમાં તે ખૂબ સુંદર લાગી રહયા છે. ત્યારે નીતા અંબાણીની માતા, પૂર્ણિમા દલાલે ક્રીમ કલર સાડી સાથે સિમ્પલ મેકઅપ કર્યો હતો. પૂર્ણિમા દલાલ જોઈને એ સ્પષ્ટ ખબર પડે છે બંને દીકરીઓ સુંદર કેમ છે? જો માતા આટલા સુંદર દેખાતા હોય તો દીકરી તો સુંદર હોવાની જ છે ને!
આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પ્રસંગે, મમતા દલાલે સ્ટેજ પર પરફોર્મ પણ કર્યું હતું. મમતા સાથે નીતા અંબાણી અને ટીના અંબાણી પણ સામેલ હતા.
જુઓ વિડીયો:
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks