ખબર જીવનશૈલી

એકદમ આલીશાન છે એંટાલીયા, જાણો મુકેશ અંબાણીના આ ઘરના પ્લમ્બરને કેટલો મળે છે પગાર

ભારતના સૌથી ધનિક અને મૂળ ગુજરાતના ચોરવાડ ગામના વતની એવા મુકેશ અંબાણીનું નામ એશિયાના સૌથી ધનવાન વ્યક્તીઓની લિસ્ટમાં પણ શામિલ છે. તેની જીવનશૈલીની ચર્ચાઓ દેશ-વિદેશ સુધી ફેલાયેલી છે.

Image Source

મુકેશ અંબાણીનું ઘર એંટાલીયા પણ દેશના મોંઘા ઘરોની લિસ્ટમાં શામિલ છે. આ આલીશાન ઘરમાં પૂરો અંબાણી પરિવાર રહે છે. આ ઘરનું નામ એંટાલીયા આઇલેન્ડના નામ પરથી રાખવામાં આવ્યું છે. આવો તો તમને એંટાલીયાની ભવ્યતા વિશે જણાવીએ.

Image Source

આ આલીશાન એંટાલીયા મુંબઈમાં 27 માળનું બનેલું છે.ઘરની બનાવટ એવી રીતની છે કે આંધી કે તુફાન આવે તો પણ તેના પાયાને હલાવી ન શકે. એંટાલીયાની અંદરની બનાવટ પણ એવા પ્રકારની છે કે ગર્મીઓમા પણ એસીની જરૂરિયાત ન રહે. આ આલીશાન ઘરની કિંમત 11 હજાર કરોડ જણાવવામાં આવેલી છે.

Image Source

આ ઘરમાં 600 જેટલો સ્ટાફ કામ કરે છે.જેમાં સિક્યોરિટી ગાર્ડથી લઈને ઈલેક્ટ્રીશિયન, પ્લમ્બર, રસોઈયાઓ અને માળીનો પણ સમાવેશ છે. ઘર તમામ સુખ-સુવિધાઓથી ભરપૂર છે, ગાડીઓ માટે ખાસ ગેરેજ પણ બનાવવામાં આવેલું છે અને ઘરની છત પર ત્રણ હૅલીપેડ પણ બનાવવામાં આવેલા છે.

Image Source

મળેલી જાણકારીના આધારે એંટાલીયામાં કામ કરનારાં સ્ટાફને મહિનાનો બે લાખ જેટલો પગાર મળે છે, ઘરના પ્લમ્બરને પણ મહિનાનો બે લાખ પગાર મળે છે. પગારની સાથે સાથે મેડિકલ અલાઉન્સ અને બાળકો માટે એજ્યુકેશન અલાઉન્સ પણ મળે છે.

Image Source

એંટાલીયામ એકદમ આધુનિક રીતે પાણીની પાઈપલાઈન લગાવવામાં આવેલી છે અને ઘરમાં એકદમ ભવ્ય બાથરૂમ ફીટીંગ્સ પણ લાગેલા છે. જેની દેખરેખ માટે આવડતા પ્લમ્બરોને કામ પર રાખેલા છે, જેઓ મહિનાનો બે લાખ પગાર લે છે.

Image Source

અન્ય એક મળેલી જાણકારીના આધારે અંબાણી હાઉસમાં જે કચરો થાય છે તે ઘરની બહાર નથી નીકળતો. જેટલો પણ કચરો થાય છે તે વીજળી બનાવવા માટે ઉપીયોગમાં લેવામાં આવે છે. અંબાણી હાઉસમાં કચરા માંથી વીજળી ઉત્પન્ન કરવા માટેનો પાવર પ્લાન્ટ પણ લગાવવામાં આવેલો છે.