મુકેશ અંબાણીના ઘરના કચરાને ફેંકવામાં નથી આવતો, જાણો આખરે આ કચરાનું શું કરવામાં આવે છે, કારણ જાણીને ચોંકી જશો

0

રીલાયંસ ઇન્ડસ્ટ્રીની જ્યારે પણ વાત આવે તો દરેકના મનમાં સૌથી પહેલું નામ મુકેશ અંબાણીનું જ આવતું હોય છે, અને જ્યારે વાત મુકેશ અંબાણીની હોય તો તેની લાઈફસ્ટાઈલ અને ઇન્કમને લઈને વાતો સામે આવતી જ હોય છે. જો કે તેના બીઝનેસથી લઈને રહેણી કરણી સુધી બધું જ એ-વન છે. તેના વિશે જાણવાની દરેક કોઈની ઉત્સુકતા રહેતીજ હોય છે.

Image Source

જો કે મુકેશ અંબાણીની સાથે સાથે પરિવારના દરેક સદસ્યો દિન પ્રતિદિન ચર્ચામાં રહેતા જ હોય છે. અંબાણી પરિવારની લાઈફ સ્ટાઈલ, તેનું આલીશાન ઘર, ઇન્કમ, કાર કલેક્શન વગેરે વિશેની માહિતી તો મોટાભાગે સામે આવતી જ રહે છે. સાથે જ હાલમાં થોડા સમય પહેલા જ અંબાણીના ઘરના નોકરો અને તેના ડ્રાઈવરના પગારનો ખુલાસો થયો હતો. પણ આજે અમે એક અલગ જ ખબર લાવ્યા છીએ જેને સાંભળીને હર કોઈ ચોંકી જાશે.

Image Source

જો કે આ જાણકારી હાલ સોશીયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહી છે. અંબાણીના આલીશાન મહેલને જોતા સ્વાભાવિક છે કે ઘરનો કચરો પણ મોટી માત્રામાં ઉદ્દભવતો હશે. જાણવામાં આવ્યું છે કે અંબાણીના ઘરના કચરાને ફેંકવામાં આવતો નથી પણ તેનો સંગ્રહ કરવામાં આવે છે. આખરે આવું તે શા માટે? આ કચરાનું શું કરવામાં આવે છે?

Image Source

જાણવામાં આવ્યું છે કે તેમના ઘરના કચરાને ફેંકવામાં કે બરબાદ કરી દેવામાં આવતો નથી પણ તેનો સંગ્રહ કરી ખાસ કામ માટે ઉપીયોગમાં લેવામાં આવે છે. આ બાબતની જાણ થતા મીડિયા પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ દર્શાવી છે.

Image Source

જો કે મુકેશ અંબાણી ભારતના સૌથી મોંઘા આલીશાન ઘરમાં રહે છે. જે 27 માળનું બનેલું આલીશાન ઘર છે. જેમાં 600 જેટલા નોકરો કામ કરે છે અને દરેક નાની એવી વસ્તુઓનું હેન્ડલ કરવું પણ નોકરોના હાથમાં જ હોય છે. દરેક નોકરોને કામ માટેના અલગ અલગ સેક્શન પણ આપેલા છે. જેથી તેઓને હેન્ડલ કરવામાં સરળતા રહે. સ્વાભાવિક છે કે આવા મોટા ઘરમાં વીજળીનો ઉપયોગ પણ ખુબ મોટા પ્રમાણમાં થતો હશે.

Image Source

જાણવામાં આવ્યું છે કે અંબાણી પરિવારે પોતાના ઘરમાં વપરાતી વીજળી માટે ખાસ તરીકાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને જાણીને દરેક લોકોને હેરાની લાગશે કે અંબાણીના ઘરમાં આવું પણ થતું હશે. અંબાણીના ઘરમાં ઉત્પન થતા કચરા માંથી વીજળી ઉત્પન કરવામાં આવે છે જે તેના ઘર માટે ઉપીયોગમાં લેવામાં આવે છે. આવા મોટા ઘરમાં સૌથી વધુ ખર્ચ તેમાં વપરાતી વીજળીનો જ છે.

Image Source

આ કચરાને સંગ્રહ કરવામાં આવે છે. જેમાંથી સુકા અને ભીના કચરાને પહેલા અલગ કરવામાં આવે છે. અને એક સીસ્ટમની મદદથી વીજળી ઉત્પન કરવામાં આવે છે. જે પુરા ઘર માટે વાપરવામાં આવે છે. અંબાણીની આ સિસ્ટમને લીધે કચરાનો નીકાલ પણ થઈ શકે છે અને વીજળી ની પણ બચત થઇ શકે છે.

Image Source

રિપોર્ટના આધારે કચરા માંથી વીજળી ઉત્પન્ન કરવા માટે બાયોપ્લાન્ટ લગાવામાં આવ્યું છે જેની મદદથી વીજળી ઉત્પન્ન થાય છે અને તે વીજળીને એન્ટેલિયા અંબાણી હાઉસમાં વાપરવામાં આવે છે.અંબાણી પરિવારનું એન્ટેલિયા હાઉસ ભારતનું સૌથી મોંઘુ ઘર છે અને વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં પણ તેની ગણતરી થાય છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ પોતાના ઘરને બનાવવા માટે 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

Image Source

આવા પ્રકારના બાયોપ્લાન્ટ દ્વારા મુકેશ અંબાણીના કચરાનો નિકાલ પણ થઇ જાય છે અને તે ઉપીયોગમાં પણ લઇ શકાય છે અને વીજળીની પણ બચત થઇ શકે છે.જો કે મુકેશ અંબાણી પોતાની આલીશાન લાઈફસ્ટાઈલને લીધે જ નહિ પણ પોતાની દરિયાદિલીને લીધે પણ જાણવામાં આવે છે.મોટાભાગે મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણી જરૂરિયાત મંદ લોકોને મદદ કરતા ચર્ચામાં આવે છે.

Image Source

આગળના જ વર્ષે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને દીકરા આકાશ અંબાણીના આલીશાન લગ્ન થયા હતા.લગ્નમાં દેશ-વિદેશથી માંડીને ઉદ્યોગ જગત,ખેલ જગત સહીતની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here