રાજ્યમાં ધોધમાર વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી ! જાણો ક્યાં અને ક્યારે ખાબકશે વરસાદ…

ગરમીથી તડપતા અમદાવાદીઓ માટે ખુશખબરી: છત્રી, રેઇનકોટ વગર ઘરની બહાર ન નીકળતા…જાણો તારીખ

હાલ તો ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ છે. ઘણી જગ્યાએ વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા 20 જૂન એટલે કે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આ વર્ષે ચોમાસુ સારુ રહેવાનું છે. 22 તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે. અંબાલાલ અનુસાર, 22 જૂનથી જુલાઈ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પાછલા દિવસોમાં વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત ખેડૂતોને અંબાલાલે આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ પણ આપી છે.

જણાવી દઇએ કે, ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત દરમિયાન અંબાલાલ પટેલે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ પડશે. જણાવી દઇએ કે, અમરેલી, ગીર સોમનાથ, તેમજ પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ તો આણંદ, વડોદરા, પંચમહાલ અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ અનુસાર, જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે.

અરવલ્લી તેમજ વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલ અનુસાર 24થી લઇને 30 જૂન સુધી રાજયમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થવાની છે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થશે. આ સાથે રાજસ્થાન સાથે જોડાયેલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતની તાપી નદી સહિત અનેક નદીઓના જળસ્તરમાં પણ વધારો થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યુ છે. ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બર માસમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થશે.

આદ્રા નક્ષત્રમાં ગુજરાત અને કચ્છમાં વરસાદ પડશે. 22 જૂનથી લઇને 3 જુલાઇ સુધી આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ વર્ષનું ચોમાસુ ખેડૂતો માટે એકંદરે સારુ રહેવાનું છે.આ ઉપરાંત રાજયમાં હજુ પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 21 અને 22 જૂનના રોજ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હાલ તો હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે.

Shah Jina