ટ્યુશન ટીચરે સગીર બાળકી જોડે કર્યું દુષ્કર્મ, પેટમાં દુખાવાના કારણે થયો ભયંકર ખુલાસો
હરિયાણાના અંબાલામાં ગુરુ-શિષ્યના સબંધને કલંકિત કરે તેવી ઘટના સામે આવી છે. અંબાલામાં સગીર બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે,જ્યાં એક ટ્યુશન શિક્ષકે 14 વર્ષની બાળકીને શિકાર બનાવી હતી.આ કેસની ગંભીરતા જોઇને પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
સગીર બાળકીના પિતાનું કહેવુ છે કે, તેમની દીકરી પાડોશમાં રહેનાર એક યુવક પાસે ઘણા સમયથી ટયૂશન જઇ રહી હતી પરંતુ ફેબ્રુઆરી બાદ તેેમની દીકરીના વ્યવહારમાં થોડો બદલાવ આવી ગયો હતો. તે ઘણી ડરેલી રહેતી હતી અને તે ઘણીવાર કહેતી કે પપ્પા મારુ ટયૂશન બદલાવી દો.

તે તેના પિતાને એવું કહેતી હતી કે, તે ટયૂશન નહિ જાય અથવા તો તેને 5 મિનિટ પહેલા જ લઇ આવો. અમે જયારે તેને પૂછતા હતા તો તે જણાવતી હતી કે, સર મને રોકી લે છે અને કહે છે કે, તારુ હોમવર્ક પૂરુ થયુ નથી.
થોડા સમય પહેલા તેમની દીકરીએ તેના પિતાને કહ્યુ કે, હું ટયૂશન નહિ જઉં, હું મરી જઇશ. મારા પેટમાં દુખાવો થાય છે. તે બાદ તેણે આ વિશે તેની માતાને જણાવ્યુ. બાળકીની માતાને થોડો શક થયો અને તે બાદ તેમણે પ્રેમથી તેને પૂછ્યુ તો, તેણે જણાવ્યુ કે, ટયૂશન ટીચર તેની સાથે કેવી હરકત કરતો હતો.
આરોપીએ કથિત રૂપે તેની સાથે ઘણીવાર છેડછાડ કરી અને તે બાદ રેપ કર્યો. આરોપીએ બાળકીને ધમકી પણ આપી હતી કે, તે આ વાતની જાણ કોઇને કરશે તો તે તેના ભાઇને જાનથી મારી નાખશે અને ગંભીર પરિણામ ભોગવવું પડશે.

આ અંગે માહિતી આપતાં ડીએસપીએ જણાવ્યું હતું કે, સગીર બાળકીના પરિવારે આરોપ લગાવ્યો છે કે ટ્યુશન ટીચરે તેમની પુત્રી સાથે દુષ્કર્મ ગુજાર્યો છે.પરિવારના સભ્યોનું કહેવું છે કે બાળકી વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ કરતી હતી અને ટ્યુશન પણ જવાની ના પાડી રહી હતી.
જ્યારે ડોક્ટરને બતાવવામાં આવ્યું,ત્યારે આખો મામલો ખુલી ગયો. બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.