રસોઈ

આલુ ઇડલી-વડા રેસિપી ..તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે ,હવે આ નવી ઈડલી ટ્રાય કરો – વાંચો રેસિપી મજા આવી જશે..

આલુ ઇડલી-વડા..

તમે કેટલી બધી વાર ઇડલી ટ્રાય કરી હશે ,હવે આ નવી ઈડલી ટ્રાય કરો આલુ ઇડલી વડા.

સામગ્રી:-

  • 6-7 નંગ બટાકા
  • 1 કિલો ઈડલી નું ખીરું
  • 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • કોથમીર
  • 2-3 નંગ લીલા મરચા
  • મીઠું,મરચું,હળદર સ્વાદ અનુસાર

રીત:-

step 1

સૌપ્રથમ તમે ઈડલી નુ ખીરુ જે રીતે બનાવતા હોય તે રીતે તમે ઈડલી નુ ખીરુ તૈયાર કરી દો.ઈડલી નુ ખીરુ બનાવવાની રીત:-

૩ કપ ચોખા લો, અને ૧ કપ અડદની દાળ એક અડધો કપ પૌઆ,3 ટેબલ સ્પૂન મેથીના દાણા

હવે ખીરું બનાવવા માટે એક તપેલીમાં ચોખા પલાડી રાખો. બીજી તપેલીમાં અડદનીદાળ, પૌઆ અને મેથીના દાણા પલાડી રાખો.

બંનેને દસથી બાર કલાક સુધી પલાળી રાખો..

હવે સૌપ્રથમ પહેલી તપેલીમાં ચોખાના દાણા ચોખાને ક્રશ કરી દો. ત્યારબાદ બીજી તપેલી માં રહેલી સામગ્રીને મિક્ષરમાં ક્રશ કરી દો..

હવે બંનેને મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ સુધી હલાવો. પછી તેને ફરી 10 કલાક આથો લાવવા માટે મૂકી રાખો.. રેડી છે તમારું સ્મુથ ખીરુ…

step 2

જેવી રીતે તમે બટાકાનો માવો બનાવો છો તેવી રીતે માવો તૈયાર કરો. 6 થી 7 નંગ બાફેલા બટાકાનો તેની અંદર સ્વાદ અનુસાર મીઠું મરચુ હળદર નાખો તેમાં ઝીણા સમારેલા લીલા મરચા કોથમીર એડ કરો અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરો રેડી છે તમારું બટાકાનો માવો….તેને નાના નાના વડા types સેપ આપી દો..

step 3

સૌ પ્રથમ ઈડલી ના કૂકરમાં બે થી ત્રણ ચમચી ઇડલીનું ખીરૂ નાખો.ત્યારબાદ તેમાં બનાવેલી બટાકાીે નાની-નાની વડી મૂકો.ત્યારબાદ ફરી તેમાં બેથી ત્રણ ચમચી ઇડલીનું ખીરૂ મૂકો અને તેને ચઢાવવા માટે મૂકી દો રેડી છે તમારા આલુ ઈડલી વડા….

આલુ ઇડલી-વડા ને તમે સંભાર વગર પણ લઈ શકો છો તેને કેચપ સાથે પણ લઈ શકાય અને કોપરાની ચટણી સાથે પણ લઈ શકાય.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ