રસોઈ

આલુ મેયોનીઝ ટીક્કી❤😋 રેસિપી : એક વખત ખાધા બાદ વારંવાર ખાવાનું મન થાય, જાણો શું છે તેની રેસિપી

આલુ મેયોનીઝ ટીક્કી❤😋

હેલો મિત્રો,
તમે આલુ ટીક્કી તો બનાવી જ હશે. આજે ટ્રાય કરો બાળકો ને પ્રિય એવી એક નવી જ પ્રકાર ની ટીક્કી.. 😋
જેનું નામ છે આલુ મેયોનીઝ ટીક્કી, આવી ગયું ને મોં માં પાણી 😋 😋
તો ચાલો આજે બનાવીએ યમ્મી યમ્મી આલુ મેયોનીઝ ટીક્કી ❤

બનાવવા માટેની સામગ્રી :-

3 બાફેલા બટાકા સ્મેશ કરેલા

 • 1 કપ ઝીણી સમારેલી ડુંગળી
 • 3 ચમચી મેયોનીઝ
 • 1 કપ શેકેલા અધકચરા સીંગદાણા
 • 2 ચમચી ઝીણાં સમારેલા લીલા મરચાં
 • 1 ચમચી ઝીણું સમારેલું આદું
 • 1 ચમચી લાલ મરચું પાઉડર
 • મીઠું સ્વાદ મુજબ
 • 2 ચમચી કોર્ન ફ્લોર
 • 2 ચમચી તેલ
 • ચાટ મસાલા

સર્વ કરવા માટે :-

 • લીલી ચટણી
 • ટોમેટો કેચઅપ

બનાવવા માટેની વિધિ :-
૧.સૌ પ્રથમ એક બાઉલ લો અને તેમાં સ્મેશ કરેલા બાફેલા બટાકા, ડુંગળી, મેયોનીઝ, શેકેલા અધકચરા સીંગદાણા, લીલાં મરચાં, સમારેલું આદું, લાલ મરચું પાઉડર, મીઠું, ચાટ મસાલા અને કોર્ન ફ્લોર નાખીને બધું સારી રીતે મિક્સ કરી લો.

૨.ત્યાર બાદ એક પેન લો અને તેમાં 2 ચમચી તેલ નાખો અને ગરમ થવા દો. ત્યાર બાદ આ મિશ્રણ લો અને તેને ટીક્કી નો આકાર આપો અને તેલ માં શેલો ફ્રાય થવા દો.

૩.ગોલ્ડન બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી તેને શેલો ફ્રાય કરો. તો તૈયાર છે યમ્મી યમ્મી આલુ મેયોનીઝ ટીક્કી ❤

આ ટીક્કી લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. 😍

તમે પણ આ આલુ મેયોનીઝ ટીક્કી બનાવો અને કહેજો કે તમને આ વાનગી કેવી લાગી..!!

Author: Suchita Jaiswal GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ