બ્રિટનમાં ફાઇઝરની કોરોના વાયરસ વેક્સીન લગાવ્યા બાદ 2 લોકોની તબિયત ખરાબ થઇ ગઈ છે. જે બાદ આનન-ફાનનમાં નેશનલ હેલ્થ સર્વિસે ચેતવણી જાહેર કરી છે. આ મામલો કોરોના વાયરસ વેક્સિનેશન કર્યા બાદ 24 કલાકની અંદર થયો છે. આ માટે બ્રિટિશ સરકારની ચિંતા વધી ગઈ છે. જે 2 લોકો ઉપર વેક્સિનનો દુષ્પ્રભાવ જોવા મળ્યો છે. તે સ્વાસ્થ્યકર્મી છે. ફાઇઝરએ ભારતમાં વેક્સિનેશન માટે સરકારની અનુમતિ માંગી છે.

બ્રિટિશ મેડિસિન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી અનુસાર, બ્રિટનમાં ગંભીર એલર્જીનો ભોગ બનનાર લોકોની સાચી સંખ્યાનો આંકડો સામે આવ્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે,દેશમાં લગભગ 70 લાખ લોકો છે જેને ભોજન, દવા અથવા વેક્સીનથી એલર્જી થઇ શકે છે. જો આ લોકોએ ફાઇઝરની વેક્સીન લગાડવમાં આવે છે તો તેને ગંભીર દુષ્પરિણામ જોવા મળી શકે છે.
ઇંગ્લેન્ડના એનએચએસના રાષ્ટ્રીય તબીબી નિયામક પ્રોફેસર સ્ટીફન પોવીઝે જણાવ્યું હતું કે સલાહ સાવચેતીના આધારે આપવામાં આવી હતી. કોઈને ગભરાવાની જરૂર નથી. આ રસીની વિપરીત અસર કરનારા બે લોકો પણ સ્વસ્થ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંને આરોગ્ય કર્મચારીઓ એનાફિલેક્ટોઇડ રિએક્શનનો શિકાર હતા.

બે લોકોને ફાઈઝર રસીથી એલર્જી હોવા છતાં બ્રિટિશ સરકાર દરરોજ 5000 થી 7000 લોકોને રસી આપે છે. ફાઇઝર કોરોના રસીના 8 લાખથી વધુ ડોઝ યુકેની સમગ્ર હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે. ફાઈઝરના પ્રવક્તાએ કહ્યું કે અમને બે લોકોને COVID-19 BNT162b2 રસીથી એલર્જી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ફાઈઝર અને બાયોટેક આ મામલે સંબંધિત તપાસમાં એમએચઆરએને સમર્થન આપી રહ્યા છે.