જ્યોતિષ શાસ્ત્ર

વૃશ્ચિક રાશિમાં આવી રહ્યો છે બુધ, આ 5 રાશિઓને મળશે સૌથી મોટી ખુશખબરી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, થોડા-થોડા સમયે ગ્રહોમાં ફેરફાર આવતા રહે છે. આજથી બુદ્ધિ અને વાણીનો ગ્રહ બુધ રાશિ બદલાવી રહ્યો છે. બુધે ગ્રહે આજે સવારે વૃષિક રાશિમાં પ્રવેશ કર્યો છે.આ પહેલા બુધ ગ્રહ 7 નવેમ્બરથી તુલા રાશિમાં બિરાજમાન હતો. વાસ્તુશાસ્ત્રનું માનીએ તો બુધ ગ્રહના કારણે બધી જ રાશિઓ પર સારો પ્રભાવ જોવા મળશે.

આવો જાણીએ કંઈ રાશિ પર કેવો પ્રભાવ રહેશે.

મેષ

આ સમયમાં બુધ આ રાશિમાં આઠમાં સ્થાન પર રહેશે. આ રાશિના જાતકોને આર્થિક લાભ થશે તો બીજા કાર્યમાં તકલીફ રહેવાની સંભાવના છે. આ રાશિના લોકોને પારિવારિક જીવનમાં સમસ્યા આવી શકે છે.

વૃષભ 

આ રાશિમાં બુધ સાતમા સ્થાન પર પ્રવેશ કરશે. સાતમા સ્થાનનો સીધો પ્રભાવ વૈવાહિક જીવનને પ્રભાવિત કરશે. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે પ્રેમનો માહોલ બની રહેશે. સંતાન માટે આ સમય યોગ્ય છે.

મિથુન 

બુધ ગ્રહ આ રાશિમાં છઠા સ્થાન પર રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ભાવને શત્રુભાવ કહેવામાં આવે છે. આ ભાવમાં વિરોધીઓ, રોગ, દર્દ, લગ્નજીવનમાં તકલીફ અને કાનૂની વિવાદ રહેવાની સંભાવના છે. બુધ ગ્રહનું આ સ્થાન સારા સંકેત નથી આપતું. આ રાશિના લોકોને વૈવાહિક જીવનમાં પણ સમસ્યા આવી શકે છે.

કર્ક 

આ રાશિમાં બુધ પાંચમાં સ્થાન પર રહેશે. કુંડળીમાં આ સ્થાનેને સંતાન ભાવથી જાણવામાં આવે છે. આ ભાવને રોમાન્સ, સંતાન, રચનાત્મકતા, બૌદ્ધિક ક્ષમતા અને શિક્ષણને નવી રીતે જોઈ શકાય છે. આ રાશિના લોકોનું કરિયર અને રિલેશનશિપને બુધ ગ્રહના કારણે સારી માનવામાં આવે છે.

સિંહ 

બુધ ગ્રહ આ રાશિ ઓર ચોથા સ્થાન પર છે. કુંડલીમાં ચોથા સ્થાનને સુખ ભાવ કહેવામાં આવે છે. સિંહ રાશિના જાતકો માટે બુધ ગ્રહ અનુકૂળ છે. પરિવારજનોના સ્વાસ્થ્યમાં સુધારો રહેશે. સમાજમાં પણ આ રાશિના લોકોનું માન સન્માન વધશે.

કન્યા

બુધ ગ્રહ આ રાશિમાં ત્રીજા સ્થાન પર રહેશે. આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. આ રાશિના લોકોએ આ સમય દરમિયાન ગુસ્સા પર કાબુ રાખવો પડશે. નાની-મોટી યાત્રાનો યોગ પણ બની રહ્યો છે.

તુલા

બુધ ગ્રહ આ રાશિમાં દ્વિતીય સ્થાન પર રહેશે. પરિવાર જીવન માટે આ સ્થાનને શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમે પૈસાની બચત કરવામાં કામયાબ રહેશો.

વૃષિક

બુધ ગ્રહ તમારી રાશિમાં જ સ્થાન પામશે અર્થાત લગ્ન ભાવમાં સ્થિત થશે. બુધનું સ્થાન તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ સમયમાં તમે માનસિક બીમારીનો પણ શિકાર બની શકો છો. પરિવારજનો સાથે કોઈ પણ વાતને લઈને વાદ-વિવાદ થઇ શકે છે.

ધન

બુધ ગ્રહ આ રાશિમાં બારમાં સ્થાન પર રહેશે. બુધનું સ્થાન આ રાશિના ખર્ચામાં વધારો કરશે. આ રાશિના લોકોએ આ સમયે શેર બજારમાં રોકાણ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. આ સિવાય કરિયર માટે બુધનો ગ્રહ તમારા માટે લકી સાબિત થઇ શકે છે.

મકર

બુધ ગ્રહ તમારી રાશિમાં 11માં સ્થાન પર રહેશે. બુદ્ધના ગ્રહને મકર રાશિના જાતકો માટે શુભ અને ફળકારી માનવામાં આવે છે. આ રાશિના જે જાતકો વેપાર કરતા હશે તેને આ સમયમાં ફાયદો થશે.

કુંભ

બુધ ગ્રહ આ રાશિમાં દસમાં સ્થાન પર રહેશે. આ રાશિના લોકોએ સારું ફળ મેળવવા માટે તનતોડ મહેનત કરવી પડશે. આ રાશિના લોકોના જીવનસાથી ખરાબ પરિસ્થતિમાં ફક્ત સાથ જ નહીં નિભાવે પરંતુ તમારી હિંમત પણ વધારશે.

મીન

આ રાશિના લોકોમાં બુધ નવમાં સ્થાન પર રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ભાવને ભાગ્ય ભાવ કહેવામાં આવે છે. આ રાશિના લોકોને ઓછી મહેનતમાં પણ સફળતાની પ્રાપ્તિ થશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. આર્થિક લાભના યોગ પણ બનશે. પૈસાની પણ બચત કરવામાં તમે સફળ થશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.