ખબર

અંતરિક્ષમાં પણ મહિલાઓએ બાજીમારી, વિશ્વમાં પ્રથમવાર આ બે મહિલાઓએ કરી “ઑલ વુમન સ્પેસવૉક”

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાની બે મહિલા ક્રિસ્ટિના અને જેસિકાએ અંતરિક્ષ યાત્રીઓએ શુક્રવારે પ્રથમ વખત “ઑલ વુમન સ્પેસવૉક” કરીને ઇતિહાસ સર્જ્યો છે.

Image Source

આ પહેલા 420 વખત સ્પેશ વૉક કરવામાં આવ્યું છે પરંતુ માત્ર મહિલાઓ દ્વારા આ પ્રથમ વખત સ્પેશ વૉક કરવામાં આવ્યું છે. જેથી આ એક નવો ઇતિહાસ મહિલાઓ દ્વારા રચવામાં આવ્યો છે.

Image Source

નાશ અધિકારી જિમ બ્રીડેન્સ્ટાઇને પોતાની એક ટ્વીટમાં થોડા દિવસ અગાઉ જ માહિતી આપી હતી કે અંતરિક્ષમાં ખરાબ બેટરી અને ચાર્જ ડિસ્ચાર્જ યુનિટને બદલવા માટે પ્રથમ વખત માત્ર મહિલા યાત્રીઓ ગુરુવારે અથવા શુક્રવારે અંતરિક્ષમાં સ્પેસવોક માટે નીકળશે. જેમાં ક્રિસ્ટિના અને જેસિકા હશે.

આ પહેલા પણ 15 વખત “ઑલ વુમન સ્પેસવોક”નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ દર વખતે સ્પેસવોક સમયે એક પુરુષને પણ સાથે રાખવામાં આવતો હતો, પરંતુ આ પહેલો એવો મોકો હતો જેમાં માત્ર બે મહિલાઓએ જ એકલા સ્પેસવોક કર્યું.

Image Source

ક્રિસ્ટિના કોચે ચોથી વખત અને જેસિકા મીર દ્વારા આ પ્રથમ સ્પેસવોક કરવામાં આવ્યું છે છે. બંનેએ 6.30 કલાક સુધી સ્પેસવોક કરી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.