બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. આલિયા ભટ્ટની તસ્વીર કે વિડીયો સોશિયલ મીડિયામાં આવતા જ વાયરલ થઇ જાય છે. ત્યારે હાલમાં જ આલિયા ભટ્ટે એક વર્કઆઉટનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો આલિયાએ 70 કિલોનું વજન ઉઠાવ્યું છે. જે તેના ખુદના વજન કરતા પણ વધારે છે.
આલિયાનો આ વિડીયો જોઈને તેના દોસ્ત અને પ્રશંશક દંગ રહી ગયા હતા. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર 2 વિડીયો શેર કર્યા છે, જેમાં તે વેઇટલિફ્ટિંગ અને જમ્પિંગ કરતી નજરે ચડે છે.આલિયાએ 50 કિલોના ડેડલિફ્ટ્સ ના 10 સેટ પુરા કર્યા છે સાથે જ 50 વાર 2 ફૂટ બોક્સ જંપ પણ કર્યા છે.
આલિયાના આ વર્કફ્રન્ટનો વિડીયો તેના જિમ સોહફીટના સોહરાબ ખુશ્રુશાહી જીમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોના કેપ્સનમાં લખ્યું હતું કે, આલિયા તારીફની હકદાર છે. જયારે વર્ષની શરૂઆતમાં તેને વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું હતું। ત્યારે તે વજન ઉઠાવવા માટે સક્ષમ ના હતી. સ્ટ્રોંગ બનવામાં અને આનંદ લેવામાં થોડો સમય લાગ્યો. જયારે તેને પહેલી વાર ડેડલિફ્ટ ટ્રાય કર્યા હતા. ત્યારે તેને 20LB ડમ્બલનો ઉપયોગ કર્યો હતો. આ વાત 9 મહિના જૂની છે. થોડા અઠવાડિયા પહેલા તેને 50 કિલો વજન ઉઠાવ્યું અને 5 રેપ્સ પુરા કર્યા હતા.થોડા વોર્મઅપ કસેટ્સઅપ કર્યા બાદ તેને 60 કિલોના 3 રેપ્સ પુરા કર્યા હતા.અમે વધુ આગળ જવાનો ફેંસલોઃ કર્યો છે. ત્યારબાદ તેને 70 કિલોનું વજન ઉઠાવ્યું હતું. આલિયા ભટ્ટ સામે કોઈ પણ શરત મુકો તે પીછેહટ નથી કરતી.
આલિયા ભટ્ટ હવે બ્રહ્મસ્ત્રમાં અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથે નજરે આવશે.આ સિવાય આલિયા ભટ્ટ હાલમાં સડક-2ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેના નિર્દેશક તેના પિતા મહેશ ભટ્ટ છે. જેમાં તે આદિત્ય રોય કપૂર, સંજય દત્ત, પૂજા ભટ્ટ સાથે જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks