ખુલ્લેઆમ પબ્લિક વચ્ચે મહેશ ભટ્ટની લાડલી બોલી ગઈ ગાળ, શરમથી પાણી પાણી થઇ ગઈ જુઓ વિડીયો
હાલ જ બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર અને આલિયા ભટ્ટ જિયોના મામી ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. એ ફેસ્ટિવલમાં ફિલ્મ નિર્માતા કારણ જોહર બંનેને તેની પર્સનલ લાઈફ વિશે સવાલ પૂછી રહ્યા હતા. ત્યાં જ વાતો-વાતોમાં આલિયાએ કંઈક આવું બોલી દીધું કે બધા હેરાન રહી ગયા હતા. આલિયા દ્વારા કહેલ વાત એ સાંભળી કરીનાએ તેનું મોઢું છુપાવી લીધું હતું અને કરણે કહ્યું હતું કે ‘શું આવી પરવરીશ આપી છે મેં તને?’

વાત એમ છે કે એ ફેસ્ટિવલમાં કરીના અને આલિયા બંને સાથે બેઠા હતા અને આલિયા કરીનાના વખાણ કરી રહી હતી. ત્યાં જ કરીનાના વખાણ કરતા કરતા આલિયાની જીભ લપસી અને તેના મોઢામાંથી ગાળ નીકળી ગઈ હતી. આલિયાને જયારે ખબર પડી કે તે શું બોલી ગઈ એ પછી તુરંત તેને પોતાના મોઢા આગળથી માઈક હટાવી લીધું હતું. પણ કરીનાએ અને ત્યાં હાજર ઓડિયન્સને સમજાઈ ગયું અને એ બધા હસવા લાગ્યા હતા.

કરણ સમજી નહતો શક્યો કે આલિયા શું બોલી હતી અને કરણના ફરી પૂછવા પર જયારે કરીનાએ તેને કહ્યું હતું કે તે ભૂલથી ગાળ બોલી ગઈ હતી ત્યારે કરણ તેને મસ્તીમાં ખિજાતો બોલ્યો હતો કે, ‘શું મેં તારી આવી જ પરવરીશ કરી છે?’ અને આ સાંભળી બધા જોર જોરથી હસવા લાગ્યા હતા.
એ ફેસ્ટિવલમાં જયારે કરણે કરીનાને એમ પૂછ્યું હતું કે ‘જો આલિયા તેની ભાભી બનશે તો શું કરીનાને ખુશી થશે?’ ત્યારે કરીનાએ જવાબ આપ્યો હતો કે ‘એવું થશે તો હું ખુબ જ ખુશ થઈશ.’
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમય થી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન વિશે ઘણી ખબરો આવી હતી પણ અંતે બધી ખબરોને અંતે અફવા સાબિત કરી દે છે.

ત્યાં જ આ ફેસ્ટિવલમાં કરણે આલિયાને તેની ફિલ્મ ‘કલંક’ ફ્લોપ સાબિત થઇ તેના વિશે પણ ચર્ચા કરી હતી. ત્યારે આલિયાએ જણાવ્યું હતું કે એ સમયે રણબીર કપૂરે તેને સાંભળી અને સમજાવી હતી. આલિયાએ ફિલ્મ કલંક માટે ઘણી મહેનત કરી હતી અને તેવામાં એ ફિલ્મ ફ્લોપ જતા આલિયાને ઘણું દુઃખ થયું હતું.