ફિલ્મી દુનિયા

પુત્ર આરવના બર્થડે પર ભાવુક થયા અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના, શેર કરીને લખ્યું કે, તું મારુ લોહીનું લોહી અને…

બોલીવુડના ખેલાડી તરીકે જાણીતા અક્ષયકુમાર હંમેશા તેના શેડ્યુઅલને કારણે વ્યસ્ત હોય છે. આમ છતાં પણ તે તેના પરિવાર તેની પ્રાથમિકતા હોય સમય કાઢી લે છે. દુનિયાના સૌથી વધુ કમાણી કરનાર એક્ટરમાં અક્ષયકુમાર ચોથા સ્થાન પર છે. રવિવારે જ તેના પુત્ર આરવનો જન્મદિવસ હતો. અક્ષયકુમારે આ દિવસે આરવન જન્મદિવસની શુભેચ્છા આપી એક ભાવુક સંદેશ શેર કર્યો હતો. તો ટ્વીન્કલ ખન્નાએ પણ આ દિવસે આરવ માટે એક મેસેજ શેર કર્યો હતો.


અક્ષય તેના પરિવાર સાથે ઈંગ્લેન્ડમાં વેકેશન ગાળી રહ્યો છે. અક્ષયકુમારે આરવની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે. મેં મારા પિતા પાસેથી હંમેશા એક ચીજ શીખી હતી કે જયારે પણ હું કોઈ પણ જગ્યા પર ફસાઈ જાવ તો હું ફક્ત અને ફક્ત મારા પિતા પાસે જ જઈશ. જો મારી ભૂલ હશે તો હું એ નહીં વિચારું કે મારા પિતા મને મારશે. જયારે હું તને આ રીતે જ કરતા જોવ છું ત્યારે મને સૌથી વધારે ખુશી થાય છે. હું તને ગાઈડ કરવા માટે હંમેશા તારી સાથે જ રહીશ. જન્મદિવસ મુબારક આરવ.

અક્ષય કુમારની સાથે-સાથે ટ્વીન્કલ ખન્નાએ પણ તેના પુત્ર માટે ભાવુક સંદેશ લખ્યો હતો. ટ્વીન્કલ ખન્નાએ શુભકામના આપતા લખ્યું હતું કે, જન્મદિવસની શુભકામના. મારા માંસ ના માંસ અને મારા ખૂન ના ખૂન. મને ખબે છે કે હું જયારે આ વાત બોલું છું ત્યારે તું મને રોકી દે છે અને કહે છે કે, ‘માં આ અજીબ વાત કહેવાનું બંધ કર. પરંતુ એ સત્ય છે કે, તારી પાસે મારી કોષિકાએ છે અને મારી પાસે તારી.’

ટ્વિંન્કલ ખન્નાએ આરવના બર્થડે પર ફેન્સને જાણકારી આપી હતી કે, તે એક નવું વેન્ચર શરૂ કરવા જઈ રહી છે. તેનો વિડીયો પણ શેર કર્યો હતો.કેપશનમાં ટ્વિન્કલે લખ્યું હતું કે, આજે મારા પુત્ર આરવનો બર્થડે છે. આ મહિને મારુ એક બેબી આવશે જે છે ટ્વિક ઇન્ડિયા. એક બાજુ અમે તેની તૈયારીમાં છે તો તેની એક ઝલક અમે તમને બતાવીએ છીએ.

આરવની વાત કરવામાં આવે તો. તે હાલ તો લાઈમલાઈટથી દૂર રહે છે. તે તેના પિતા અક્ષયકુમારની જેમ આર્ટ્સ એક્સપોર્ટ અને કુકિંગમાં માહિર છે. તે વધારે પડતો તેના પેરેન્ટ્સ સાથે જ સ્પોટ થાય છે. આરવ તેના લુકને કારણે ચર્ચામાં રહે છે.અક્ષયકુમારની ફિલ્મ મિશન મંગલએ 29માં દિવસે 200 કરોડનો આંકડો પર કરી લીધો છે. મિશન મંગલ અક્ષય કુમારની પહેલી ફિલ્મ છે જેને 200 કરોડ ક્લ્બમાં એન્ટ્રી લીધી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks