મનોરંજન

BREAKING: અક્ષય કુમારનાં મમ્મી 3 દિવસથી ICUમાં છે તો અક્ષય કુમારે લીધો મોટો નિર્ણય- વાહ દીકરો હોય તો આવો

દેશનો અસલી હીરો તરીકે ઓળખાતા અક્ષય કુમાર લંડનથી શૂટિંગ અધવચ્ચે મૂકીને અચાનક જ પાછો આવી ગયો છે. એક્ટરના મમ્મી હીરાનંદાની હોસ્પિટલના ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં છે. માતા અરૂણાની ઉંમર 77 વર્ષની છે. તેમની અત્યારે હાલત ગંભીર છે. અક્ષય કુમાર મમ્મીની ઘણી જ નિકટ છે. તેમની તબિયત ખરાબ હોવાથી તે મમ્મીથી દૂર રહી શક્યો નહીં.

આથી જ તેણે ભારત પરત ફરવાનો નિર્ણય લીધો. અરૂણા ભાટિયાને શુક્રવાર 3 સપ્ટેમ્બરે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. પરિવારના આગ્રહથી હોસ્પિટલે સારવારની તમામ માહિતી છુપાવીને રાખી છે. હાલ એક્ટર અક્ષય કુમાર ભલે મમ્મી સારવાર કરવા માટે ઇન્ડિયા આવી ગયો હોય પણ અક્ષયે પ્રોફેશનાલિઝ્મ પણ બતાવ્યું છે.

અક્ષયે પ્રોડ્યૂસર્સને તેના વગરના સીન્સનું શૂટિંગ કરવાનું કહ્યું છે, કારણ કે તેનું હંમેશાં માનવું છે કે પર્સનલ ચેલેન્જ હોવા છતાંય કામ તો ચાલુ રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે એક્ટર અક્ષય ત્યારે લંડનમાં ફિલ્મ ‘સિન્ડ્રેલા’નું શૂટિંગ કરતો હતો. આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં રકુલ પ્રીત સિંહ છે.

અભિનેતા 10 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા આવવાનો હતો. તે અહીંયા આવીને તે ફિલ્મ ‘રક્ષાબંધન’નું શૂટિંગ કરવાનો હતો. પછી ફેમિલી વેકેશન પર જવાનો હતો અને પછી ‘રામ સેતુ’નું શૂટિંગ સ્ટાર્ટ કરવાનો હતો. હવે જોવાનું એ છે કે અક્ષય કુમારનું આ શિડ્યૂઅલ ચેન્જ થાય છે કે નહીં?

ઉલ્લેખનીય છે કે અભિનેતા ડિસેમ્બર સુધીમાં ‘રામ સેતુ’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરશે. નોંધનીય છે કે આ ફિલ્મનું મુહૂર્ત માર્ચ, 2021માં અયોધ્યામાં કરવામાં આવ્યું હતું

આ છે અસલી હીરો અક્ષયના પ્રોજેક્ટ્સ:

તેની પાસે કુલ નવ પ્રોજેક્ટ્સ છે, જેમાં 8 ફિલ્મ તથા એક વેબ સિરીઝ સામેલ છે. ‘સૂર્યવંશી’, ‘પૃથ્વીરાજ’,, ‘અતરંગી રે’, ‘સૂર્યવંશી’, ‘રક્ષાબંધન’, ‘બચ્ચન પાંડે’, ‘રામ સેતુ’, ‘OMG ઓહ માય ગોડ નો બીજો પાર્ટ’, ‘સિન્ડ્રેલા’ તથા વેબ સિરીઝ ‘ધ એન્ડ’ સામેલ છે.

બોલીવુડના સેલેબ્રિટીઓ જ્યાં પણ જાય છે તેના ચાહકો તેમની આસપાસ વીંટળાઈ વળે છે, અને ચાહકો ઇચ્છતા હોય છે કે તે તેમના મનગમતા અભિનેતા કે અભિનેત્રી સાથે એક સેલ્ફી લે. તેમાં પણ અક્ષય કુમારના ચાહકો તો દુનિયાભરમાં ફેલાયેલા છે. ઘણીવાર આપણે જોયું છે કે ચાહકો તેમની સાથે તસવીર ખેંચાવવા ઈચ્છે છે, ઘણીવાર અક્ષય તેમની આ ઈચ્છા પૂર્ણ પણ કરે છે. પરંતુ ઘણીવાર તેમના ચાહકોને નિરાશ પણ થવું પડતું હોય છે.

Image Source

પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અક્ષય કુમાર એક ચાહક સાથે રુડ થતો જોવા મળી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ચાહકો સોશિયલ મીડિયામાં લોકો અક્ષયને ટ્રોલ કરવા લાગી ગયા છે.

Image Source

હાલમાં જ જયારે અક્ષય લંડનથી મુંબઈ પરત આવ્યો તો એરપોર્ટ ઉપર તેને જોઈને તેની એક ચાહક તેની સામે આવી ગઈ અને બોલવા લાગી કે “હું તમારી બહુ મોટી ચાહક છું.” છોકરીને તેની પાસે જોઈને અક્ષય થોડો પાછળ પણ હટી ગયો અને સંપૂર્ણ રીતે તે ચાહક છોકરીને નજરઅંદાજ કરીને અક્ષય ગાડીમાં બેસીને નીકળી ગયો.