ખબર ફિલ્મી દુનિયા

બોલીવુડમાં ડ્રગસનો ભાંડો ફૂટ્યો તો અસલી હીરો અક્ષયે મૌન તોડ્યું, કહ્યું- હું ખોટું નહીં બોલુ કે બોલિવૂડમાં ડ્રગ્સ…

જ્યારથી જુવાન અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે ત્યારથી આખી ઇન્ડસ્ટ્રીમાં ચકચાર મચી ગઈ છે. મૃત્યુના કેસમાં સીબીઆઈ ડ્રગ્સ એન્ગલની તપાસમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓના નામ સામે આવતા ખળબળાટ મચી ગયો છે. અને હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર લાગેલા ડ્રગ્સ કેસના આરોપનો દેશના અસલી હિરો અક્ષય કુમારે બચાવ કર્યો છે. અક્ષયે ફરી વિશ્વાસ જગાવવાનું વચન આપ્યું છે.

Image Source

અક્ષયે જાતે એક વીડિયો રેકોર્ડ કરીને પોસ્ટ કર્યો જેમાં બોલ્યો કે, “આજે થોડા ભારે દિલથી તમારી સાથે વાત કરી રહ્યો છું. છેલ્લા કેટલાક સમયથી ઘણી વાતો કહેવાની ઈચ્છા થઈ, પરંતુ જ્યાં જોઈએ ત્યાં એવી હદે નેગેટિવીટી ફેલાઈ ચુકી છે કે, સમજ નથી પડી કઈ રીતે શું અને કેટલું બોલું. અમે ભલે સેલિબ્રિટી કહેવાઈએ પણ બોલિવૂડને તમે તમારા પ્રેમથી બનાવ્યું છે. અમે માત્ર ઈન્ડસ્ટ્રીઝ નથી. અમે ફિલ્મો દ્વારા દેશના કલ્ચર આપણી વેલ્યૂઝને દુનિયાના ખૂણે ખૂણા સુધી પહોંચાડ્યા. જ્યારે જ્યારે આપણા દેશની જનતાના સેન્ટીમેન્ટની વાત આવી, તમે જે પણ અનુભવ કરી રહ્યા હતા, આટલા વર્ષોથી ફિલ્મોએ તેને દર્શાવાનો પ્રયાસ કર્યો. પછી તે ગુસ્સો હોય કે, કરપ્શન હોય, ગરીબી હોય કે, બેરોજગારી તમામ મુદ્દાને સિનેમાએ પોતાની રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો. ”

તેમણે વધુમાં જણાવ્યું કે, એવામાં જો આજે તમારા સેન્ટીમેન્ટમાં એંગર છે તો ગુસ્સો પણ અમારા માથા પર છે. અભિનેતા સુશાંતના મૃત્યુ પછી એવા ઘણા મુદ્દા સામે આવ્યા છે. તેણે અમને પણ એટલુંજ દુખ આપ્યું છે. જેટલું તમને બધાને. આ મુદ્દાએ અમને અંદર જોવા માટે મજબૂર કર્યા છે. અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી ઘણી બધી ખામીઓ છે જેને જોવા મજબૂર કર્યા છે અને તેના પર ધ્યાન આપવું ખૂબજ જરૂરી છે. જેવા કે નારકોટિક્સ અને ડ્રગ્સ વિશે ચર્ચા આજે ચાલી રહી છે. હું મારા હૃદય પર હાથ મુકી કેવી રીતે આપને જૂઠસ બોલું કે, આ પ્રોબ્લમ એગ્ઝિસ્ટ નથી કરતી. જરૂર કરે છે. એવી રીતે જે રીતે તમામ ઈન્ડસ્ટ્રીમાં અને તમામ પ્રોફેશનમાં થાય છે. પણ તમામ પ્રોફેશનમાં દરેક વ્યક્તિ તેમાં સામેલ હોય એવું બનતું નથી. એવું નથી થતું.

વધુમાં કહ્યું કે મને હંમેશાં ભારતની મીડિયાની શક્તિ પર ખૂબ વિશ્વાસ છે, જો મીડિયા યોગ્ય સમયે યોગ્ય મુદ્દાઓ ઉભા નહીં કરે તો ઘણા લોકોને અવાજ નહીં મળે અને ઘણા માનવી પણ નહીં. હું હાથ જોડીને રીકવેટસ્ટ કરું છું કે તેઓ તેમનું કાર્ય, તેમનો અવાજ વધારતાં રહે પરંતુ કૃપા કરીને થોડી સંવેદનશીલતાથી.કારણ કે એક નકારાત્મક સમાચાર વ્યક્તિના વર્ષોનું આદર અને કાર્ય અને મહેનત પર પાણી ફેરવી નાંખે છે. અંતે લોકોને એક જ સંદેશ આપીશ કે તમે બધાએ અમને બનાવ્યા છે. તમારી શ્રદ્ધા અમે જવા નહીં દઈએ. જો તમને કોઈ નારાજગી હોય તો અમે વધુ સખત મહેનત કરીશું. તમારો પ્રેમ અને વિશ્વાસ અમને જીતાડશે. તમે છો તો જ અમે છીએ.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on