જીવનશૈલી મનોરંજન

પ્રાઇવેટ જેટથી લઈને આલીશાન બંગલાના માલિક છે અભિનેતા અક્ષય કુમાર, કમાણી જાણીને ઉડી જશે હોંશ

9 સપ્ટેમ્બર 1967 ના રોજ જન્મેલા અભિનેતા અક્ષય કુમાર આજે એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ પોતાનો જન્મ દિવસ ઉજવવા જઈ રહ્યા છે. વર્ષ 1991 માં ફિલ્મ ‘સૌગંધ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લેનારા અક્ષય પંજાબના અમૃતસરના રહેનારા છે. બોલીવુડના ખિલાડી અક્ષય કુમારે માટે બૉલીવુડનું સંઘર્ષ સહેલું ન હતું, તેના માટે તેણે ખુબ મહેનત કરી હતી. અક્ષય કુમારના જન્મદિસવના મૌકા પર આજે અમે તમને તેની આલીશાન અને લગ્ઝરીયસ લાઈફ વિશે જણાવીશું.

અક્ષય કુમાર તાજેતરમાં જ સૌથી વધારે કમાણી કરાનાર ચોથા નંબરના એભિનેતા બન્યા છે. ફોર્બ્સ લિસ્ટમાં તેનું નામ ચોથા નંબર પર અને સૌથી ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં બીજા કોઇ ભારતીય અભિનેતાનું નામ શામિલ નથી જેના હિસાબે અક્ષય કુમાર ભારતના સૌથી વધારે કમાણી કરનારા અભિનેતા બની ગયા છે.

Image Source

એક અભિનેતા માંથી સુપરસ્ટાર બનવા માટે અક્ષય કુમારને ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો નીકળી ગયા હતા. ફોર્બ્સના આધારે અક્ષય કુમારની કુલ કમાણી 69 મિલિયન ડોલર છે(જૂન 2018 થી જૂન 2019 સુધી) એટલે કે લગભગ 444 કરોડ રૂપિયા છે.

Image Source

રિપોર્ટના આધારે તેની નેટવર્થ 150 મિલિયન ડોલર એટલે કે 10.74 અરબથી પણ વધારે છે. અક્ષય કુમાર લગ્ઝરી લાઈફના ખુબ જ શોખીન છે. તેની પાસે પોતાનું પ્રાઇવેટ પ્લેન, આલીશાન બંગ્લો અને મોંઘી મોંઘી ગાડીઓ છે.

 

View this post on Instagram

 

🚇 #DabbooRatnaniCalendar 📷 : @dabbooratnani @manishadratnani

A post shared by Akshay Kumar (@akshaykumar) on

જો કે બોલીવુડના ઘણા અભિનેતાઓ પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે. અક્ષય કુમાર મોટાભાગે પોતાના જેટ દ્વારા સફર કરે છે, જેની કિંમત 260 કરોડ રૂપિયા જણાવામાં આવી રહી છે.

Image Source

અક્ષય કુમારનું ઘર પણ કોઈ આલીશાન મહેલથી ઓછું નથી. તેનું ઘર મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત છે. તેના ઘરેથી સમુદ્રનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. રિપોર્ટના આધારે આ આલીશાન ઘરની કિંમત 80 કરોડ રૂપિયા છે. ઘરનું ઇન્ટિરિયર અક્ષયની પત્ની ટ્વિંન્કલ ખન્નાએ તૈયાર કર્યું છે.

 

View this post on Instagram

 

#MondayBlues 💙

A post shared by Akshay Kumar (@akshaykumar) on

આ સિવાય અક્ષય કુમારની પાસે એકથી એક શાનદાર લગ્ઝરી ગાડીઓ છે. રૉલ્સ રૉયસ ફેન્ટમના સિવાય તેની પાસે Bentley Continental Flying Spur પણ છે. આ સિવાય અક્ષયની પાસે યામાહા વી મૈક્સ અને ડેવિડસનના સિવાય ઘણી મોંઘી મોંઘી બાઈક્સ પણ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.