ખબર

મા સાથે કેમ નથી રહેતા પ્રધાનમંત્રી મોદી, પહેલીવાર અક્ષયકુમાર સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કારણ

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ચૂંટણીના આ માહોલમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક એવું ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં તેમને પોતાના ઘર-પરિવાર સાથે જોડાયેલા ઘણા રાઝ ખોલ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો આ ઇન્ટરવ્યુ બોલિવૂડ અભિનેતા ખિલાડી અક્ષય કુમારે લીધો છે જેમાં મોદીના જીવનના ઘણા પહેલુઓને ઉજાગર કર્યા છે. અભિનેતા અક્ષય કુમારે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ ઇન્ટરવ્યૂનું ટીઝર શેર કર્યું હતું. જેમાં અક્ષય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરતા જોવા મળે છે. અક્ષયે દાવો કર્યો છે કે આ ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી વિશે કેટલીક અજાણી બાબતો વિશે જાણવાની કોશિશ કરવામાં આવી છે.

Image Source

વીડિયોના કૅપ્શનમાં અક્ષય કુમારે લખ્યું, ‘જ્યા આખો દેશ ચૂંટણી અને રાજનીતિ વિશે વાત કરી રહ્યો છે, થોડી બ્રેક લો. સૌભાગ્ય મળ્યું કે આ કેન્ડીડ અને સંપૂર્ણ રીતે નોન પોલિટિકલ વાતચિટ કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે. એએનઆઈના માધ્યમથી સવારે 9 વાગે આ ઇન્ટરવ્યૂ જુઓ અને એમના વિશે કેટલીક અજાણી બાબતો જાણો.’

વીડિયોમાં અક્ષય કુમાર પ્રધાનમંત્રી મોદીને પૂછી રહયા છે કે જે રીતે પોતે માની સાથે રહે છે, તેમના કામમાં મદદ કરે છે, એમ ક્યારેય મોદીનું મન નથી કરતુ કે પોતાની માતા, ભાઈ અને સંબંધીઓ સાથે રહે? જેના પર પીએમ મોદીએ કહ્યું કે ‘જો હું પીએમ બનીને ઘરેથી નીકળતે તો કદાચ મન કરતે પરંતુ હું ખૂબ જ નાની ઉંમરમાં બધું જ છોડી ચુક્યો છું. એક સમય હતો કે જયારે તકલીફ થઇ હતી, પરંતુ હવે જીવન એવું થઇ ગયું છે. મારી ટ્રેનિંગ એ રીતે થઇ છે. જેમ મારી મા મને કહે છે, અરે ભાઈ મારી પાછળ તું કેમ સમય બરબાદ કરે છે. હું ગામમાં રહીશ, ત્યાં લોકો સાથે વાત કરીશ. મા પણ સમજે છે કે કેટલું વ્યસ્ત શિડ્યુલ છે.’

દરમ્યાન અક્ષય કુમારે પીએમ મોદીને સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ બતાવ્યા, પીએમ મોદીએ કહ્યું કે ‘સોશિયલ મીડિયાનો આ સૌથી મોટો ફાયદો છે કે સામાન્ય લોકોની ક્રિયેટિવિટીની ખબર પડે છે. પહેલા આવું ન હતું અને એક ખાસ વર્ગનો કબ્જો રહેતો હતો.’

અક્ષય કુમારે કહે છે કે ‘જયારે આ ઇન્ટરવ્યૂ પ્રસારિત થશે ત્યારે આપણા પર ઘણા મીમ્સ બનશે. તમને તો આ બધાની આદત હશે પરંતુ મારા માટે આ પહેલી વાર છે.’ તેના પર પીએમ મોદી કહે છે ‘જે હસવા-મજાકવાળા મીમ્સ હોય છે એ તો સારા લાગે છે પણ જે જાણી જોઈને ચુભવાવાળી વાતો હોય છે તેના પર હું ધ્યાન નથી આપતો.’

આખો વિડીયો જુઓ:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks