ખબર

બ્રિટનની મહારાણી કરતા પણ પૈસાદાર છે ભારતની આ દીકરી, પરંતુ પતિની એક ભૂલે વધારી દીધી છે મુશ્કેલી

ઇન્ફોસીસના ફાઉન્ડર એનઆર નારાયણમૂર્તિનો જમાઈ અને બ્રિટનના ફાઈનાન્સ મંત્રી ઋષિ સુનક પત્નીની સંપત્તિ જાહેર ના કરવાને કારણે ચર્ચામાં છે. બ્રિટનમાં મંત્રી અને તેના નજીકના પરિવારજનોની સંપત્તિને જાહેર કરવાની પરંપરા છે. પરંતુ સુનકે તેની પત્ની અક્ષતા મૂર્તિની સંપત્તિને નિર્ધારિત રજીસ્ટરમાં નોંધણી નથી કરી.

Image source

સન્ડે ટાઇમ્સના લિસ્ટ અનુસાર, અક્ષિતા પાસે બ્રિટનની મહારાણી એલિઝાબેથ કરતા પણ વધુ પૈસા છે. અક્ષતાના ઇન્ફોસિસમાં 0.91 ટકા હિસ્સેદારી છે. જેની કિંમત 4300 કરોડ રૂપિયા છે. જયારે મહારાણી પાસે 3500 કરોડ રૂપિયા છે. ફેમિલિ બિઝનેસમાં હિસ્સેદારી હોવાને કારણે બ્રિટનની સૌથી વધુ પૈસાદાર મહિલાઓના લિસ્ટમાં શામેલ છે.

Image source

‘The Guardian’ અનુસાર, અક્ષતા કોઈ કંપનીઓમાં સારા હોદ્દા પર છે. ઋષિએ આ વિષે રજીસ્ટરમાં એન્ટ્રી નથી કરી. કહેવામાં તો એ પણ આવે છે કે, ખુદ સુનક પાસે 2 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે. યુકેમાં સૌથી વધુ પૈસાદાર સંસદ છે.

Image source

નિયમ પ્રમાણે, નાણાં પ્રધાન ઋષિ સુનક પોતાની સંપત્તિ જાહેર કરવા માટે બંધાયેલા છે. કોઈ પણ બ્રિટીશ પ્રધાનના પદ સાથે જોડાયેલી આ ફરજ છે. બ્રિટનમાં, મંત્રીએ એમ પણ કહેવું પડશે કે તેમની રુચિઓ તેની જવાબદારીઓ સાથે ટકરાઈ નથી. નજીકના બધા સંબંધીઓને સંબંધિત માહિતી આપવી ફરજિયાત છે. જ્યારે સુનાકે તેની કંપનીની સંપત્તિની વિગતો જ આપી છે. જયારે અક્ષતાના પિતા નારાયણ મૂર્તિની ભારતમાં જેમી ઓલિવર એન્ડ વેડી બર્ગર રેસ્ટોરન્ટ ચલાવનારી બ્રિટિશ કંપનીમાં હિસ્સેદારી વિષે કોઈ જાણકારી આપવામાં નથી આવી.

Image source

આટલું જ નહીં બ્રિટનની પાંચ કંપનીઓમાં નારાયણ મૂર્તિ નિર્દેશક છે. જેમાં તેનું પણ રોકાણ છે. નારાયણ મૂર્તિ હજારો કરોડ રૂપિયાના સંપત્તિના માલિક છે. આ સંપત્તિથી તેને દુનિયાના ઘણા દેશમાં રોકાણ કર્યું છે. ઇન્ફોસિસ બહુ રાષ્ટ્રીય કંપની છે જેના ઘણા કર્મચારી બ્રિટન અને અન્ય દેશમાં કાર્યરત છે.

જોકે નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અક્ષતા અને તેના પરિવારના બ્રિટનમાં કેટલાક વધુ નાણાકીય હિતો છે. ગર્જિયન લિસ્ટમાં સામે આવ્યું છે કે નારાયણ મૂર્તિની પુત્રીની સંપત્તિ અબજોમાં છે. સુનક યુકેના જાણીતા પ્રધાન છે. તમને જણાવી દઇએ અક્ષતા અને સુનકની પહેલી મુલાકાત સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં થઇ હતી. બંનેના લગ્ન 2009માં થયા હતા.