ટીમ ઇન્ડિયાના નવા ભાભી મેહા પટેલ જે કામ ધંધો કરે છે તે જાણીને કહેશો વાહ વાહ, આવું તો અનુષ્કા, ધનશ્રી ને પણ નહિ આવડતું હોય….

વડોદરાના છે ટીમ ઇન્ડિયાના નવા ભાભી મેહા પટેલ, જે કામ ધંધો કરે છે તે જાણીને કહેશો વાહ વાહ, આવું તો અનુષ્કા, ધનશ્રી ને પણ નહિ આવડતું હોય….

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ ગઈકાલે વસંત પંચમીના શુભ દિવસ પર લગ્નના બંધનમાં બંધાઈ ગયો. તેના લગ્નની ઘણી તસવીરો પણ હવે સોશિયલ મીડિયામાં સામે આવી છે અને સાથી ક્રિકેટરો સાથે સાથે તેના ચાહકો પણ તેને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

અક્ષર પટેલે મેહા પટેલ સાથે લગ્ન કર્યા છે. આ પહેલા અક્ષર પટેલે તેના જન્મ દિવસે જ તેની લાંબા સમયની પ્રેમિકા સાથે સગાઈ કરી લીધી હતી. જેની તસવીરો પણ તેને સોશિયલ મીડિયામાં શેર કરી હતી.અક્ષર પટેલ મેહાને છેલ્લા કેટલાય સમયથી ડેટ કરી રહ્યો હતો. મેહા પણ ગુજરાતી જ છે અને તે ઘણીવાર અક્ષર પટેલને મેચ દરમિયાન ચીયર કરતી પણ જોવા મળે છે.

આ બંનેના અફેરની ખબરો ઘણા સમયથી ચાલી રહી હતી ત્યારે આખરે અક્ષરે તેના જન્મદિવસે વર્ષ 2022માં મેહા સાથે સગાઈ કરીને લોકોની અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું અને હવે આ કપલ લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયું. મેહા વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન છે અને તે વડોદરાની રહેવાસી છે.

મેહા અને અક્ષરે 20 જાન્યુઆરી 2022ના રોજ સગાઈ કરી હતી. જેના એક વર્ષ બાદ જ એટલે કે ગઈકાલે જ બંને ભવો ભવના બંધનમાં પણ બંધાઈ ગયા. મેહાએ તેના હાથ પર અક્ષર પટેલના નામનું ટેટૂ બનાવ્યું છે. તેના હાથ પર ‘અક્ષ’ લખેલું છે. અક્ષરે તેની બર્થડે પાર્ટી દરમિયાન મેહાને લગ્ન માટે પ્રપોઝ કરીને તેની સાથે સગાઈ કરી હતી.

મેહા સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની અને અક્ષર સાથેની તસવીરો શેર કરવાની સાથે સાથે તે ડાયટ પ્લાન પણ શેર કરતી રહે છે. મેહાના સોશિયલ મીડિયા પર 32 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છે. અક્ષર સાથે લગ્ન બાદ હવે તે લાઇમ લાઇટમાં આવી ગઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમની અંદર ઘણા ગુજરાતી ક્રિકેટરોનો દબદબો રહ્યો છે. વર્ષોથી ભારતીય ટીમમાં ગુજરાતી ક્રિકેટરો પોતાનું સ્થાન જમાવતા આવ્યા છે, જેમાં અજય જાડેજા હોય કે પછી રવિન્દ્ર જાડેજા, કે પછી યુવા ક્રિકેટર અક્ષર પટેલ.

તેમણે પોતાના પ્રદર્શનથી દેશ અને દુનિયામાં એક આગવું નામ બનાવ્યું છે.ક્રિકેટરોના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવામાં પણ ચાહકોને ખુબ જ રસ હોય છે.તમને જણાવી દઈએ કે તે ઓનલાઈન ડાયટ અને હેલ્થ કન્સલ્ટન્ટ પણ છે અને સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પેજ પણ ચલાવે છે, જ્યાં તે હેલ્ધી ફૂડ અને વર્કઆઉટ વિશેનું પોતાનું નોલેજ શેર કરે છે.

Niraj Patel