વસંત પંચમીના શુભ દિવસે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયો. તેને વડોદરાની ન્યુટિરિશિયન મેહા પટેલ સાથે સાત ફેરા ફર્યા. અક્ષરના લગ્નમાં ખુબ જ મોટી જાહોજલાલી જોવા મળી હતી. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
લગ્ન બાદ અક્ષર પટેલનું ભવ્ય રિસેપશન પણ યોજવામા આવ્યું. જેમાં પણ રજવાડી ઠાઠમાઠ જોવા મળ્યો હતો. અક્ષર પટેલનું રિસ્પેશન નડિયાદ નજીક ઉત્તરસંડામાં આવેલા આરાધ્ય પાર્ટી લોન્સમાં યોજાયું હતું. જ્યાં 2500થી પણ વધુ મહેમાનો આ રિસેપશનમાં સહભાગી બની અને કપલને આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા હતા.
ઉત્તરસંડામાં યોજાયેલા આ ભવ્ય રિસેપશનમાં અક્ષરના મિત્રો, સ્નેહી સ્વજનો, રાજકીય નેતાઓ સાથે સાથે ભારતીય ક્રિકેટ ટીમના ઘણા ક્રિકેટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમના માટે અહીંયા ખાસ વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ રિસેપશનનું ખાસ નજરાણું જમણવારની થાળી હતી. જેમાં એક થાળીની કિંમત 1100 રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ શાહી જમણવારમાં વેલકમ ડ્રીંક, ફ્રેશ બ્લેક પાઈનેપલ જ્યુસ, બ્લુ લગૂન જ્યુસ આપવામાં આવ્યું, જેના બાદ શિયાળાની કડકડતી ઠંડીમાં સુપમાં સ્મોકી ટોમેટો બેલ પેપર, હૉટ એન્ડ સોર સૂપની મજા પણ મહેમાનોએ માણી.
આ ઉપરાંત સ્ટાર્ટરમાં ગ્રીલ્ડ પાનીની સેન્ડવીચ વિથ ટોમેટો એન્ડ આઇસલેન્ડ સોસનો ચટાકો હતો, તો ચાટમાં નીમ પત્તા ચના કા ચાટ વિથ સ્વીટ કર્ડ, મીઠી ચટણી, મિન્ટ ચટણી, ઇટાલિયનમાં પેપર થીન પીઝા મેક્સિકન ડીશમાં પણ મેક્સિકન ટીટબીટ રાઈસ હતા.ઉપરાંત સ્વીટમાં ક્રીમ ચાંદની બાર વિથ કેસ્યું, વોલનટ, કોકોનેટ એન્ડ રોઝ પેટલ સ્વાદમાં ચાર ચાંદ લગાવ્યા.
સલાડમાં ગાર્ડન ફ્રેશ ગ્રીન ક્રિસ્પી સ્પીનચ પોટેટો, બેલ પેપર સલાડ હતુ. આ ઉપરાંત પાપડ, સારેવડાનું અથાણું અને રાયતા મરચા પણ થાળીની શોભા વધારતા હવે. વાત કરીએ મેઈન કોર્સની તો તેમાં પનીર અંગુરી કોફતા વિથ વાઈટ એન્ડ યેલો સોસ, વેજીટેબલ દીવાની હાંડી, સ્પીનીચ કોન કેપ્સીકન ગાર્લિક મસાલા તેની સાથે ઇન્ડિયન બ્રેડમાં બેબી હરિયાલી નાન, લચ્છા પરાઠા, ફુલકા રોટી મહેમાનોને જમાડવામાં આવી.
મહેમાનો માટે ખાસ રાઈસના કાઉન્ટર પર સ્ટીમ રાઈસની સાથે ગુજરાતી મીઠી દાળ ઉપરાંત પંજાબી દાળ ફ્રાય પણ હતી. જમ્યા બાદ ડિઝર્ટમાં મલાઈ, રોઝ એન્ડ બીપીકે એરોસ્ટેડ કુલ્ફી હતી. જમણવાર બાદ ખાસ મુખવાસ પણ મહેમાનો માટે રાખવામાં આવ્યો હતો. આ રિસેપશન ખુબ જ ભવ્ય હતું અને તેમાં બાહુબલી બોટમાં આ કપલે તસવીરો પણ ખેંચાવી.