કાસ્ટિંગ કાઉચ પર છલકાયું સીધી સાદી ટીવી એક્ટ્રેસ કૌશિકી રાઠોડનું દર્દ, કહ્યુ- કામના બદલામાં મારી જોડે….
કહેવાય છે ને કે ટીવી હોય કે પછી બોલિવુડ એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવો બધાના બસની વાત નથી. શરૂઆતી દિવસોમાં ઘણુ બધુ સહન કરવું પડે છે. ખરાબ વાતો સાંભળવી પડે છે, ના જાણે કેટલા રિજેક્શન્સ જેલવા પડે છે અને પછી પણ જો તમને કોઇ સીરિયલ કે ફિલ્મ મળી પણ જાય તો તે દર્શકો વચ્ચે હિટ જાય કે ફ્લોપ તેની કોઇ ગેરંટી નથી હોતી. ઘણી મુશ્કેલીથી કોઇ એક્ટર ચાહકો વચ્ચે પોતાની જગ્યા બનાવી શકે છે.
ગ્લેમરસની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણી પરેશાનીઓથી ગુજરવું પડે છે, જેમાં કાસ્ટિંગ કાઉચ પણ છે. કંઇક આવું જ ટીવીની વહુ કૌશિકી રાઠોડ સાથે પણ થયુ. હાલમાં જ ટીવી અભિનેત્રી કૌશિકી રાઠોડે કાસ્ટિંગ કાઉચના દર્દને વ્યક્ત કર્યુ છે. એક ઇન્ટરવ્યુમાં કૌશિકી રાઠોડે જણાવ્યુ કે જ્યારે તેણે તેના કરિયરની શરૂઆત કરી હતી તો ડાયરેક્ટર્સ તરફથી અજીબ રીતની ડિમાન્ડ્સ થતી. ઇન્ડસ્ટ્રીમાં ઘણો બદલાવ આવ્યો છે,
પણ માત્ર એક વસ્તુ હજુ સુધી નથી બદલી અને તે છે કામના બદલામાં ફેવર માંગવી. કૌશિકી કહે છે કે મારી સાથે પણ આવું જ થયુ. જ્યારે મેં ઓડિશન્સ આપવાના શરૂ કર્યા તો મને સાઉથનો એક પ્રોજેક્ટ મળ્યો હતો. બધુ જ પાક્કુ થઇ ગયુ, પણ જ્યારે મને કોન્ટ્રાક્ટ પકડાવવામાં આવ્યો તો તેમાં કંડીશન્સ રાખવામાં આવી હતી. કેટલીક વસ્તુઓને લઇને કોમ્પ્રોમાઇઝ કરવા માટે કહેવામા આવ્યુ હતુ. મેં આવી રીતની વસ્તુ વિશે માત્ર સાંભળ્યુ જ હતુ.
પણ મારી સાથે આ વસ્તુ થઇ તો હું પૂરી રીતે હલી ગઇ. મેં ઓફરને ઠુકરાવી દીધી, પણ જે તેમણે મને વાતો સંભળાવી, તેણે મારા માનસિક સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડ્યુ હતુ. તેમ છત્તાં હું એવું વિચારુ છુ કે બધા આવા નથી હોતા. આપણે બસ જરૂર હોય છે સારા અને ખરાબ લોકોની ઓળખ કરવાની, લોકોને સમજવું હશે કે કોમ્પ્રોમાઇઝ કરવું બરાબર નથી. જો તમારામાં ટેલેન્ટ છે તો તમને કામ મળશે.
View this post on Instagram
તે કોઇ તમારાથી છીનવી નહિ શકે. છેલ્લા દિવસોમાં કૌશિકી રાઠોડ તેના વેઇટ લોસને લઇને ચર્ચામાં આવી હતી. તેણે ત્રણ મહિનામાં 15 કિલો વજન ઓછુ કર્યુ હતુ. જે તેનામાં એક અદ્ભૂત છે. ફૂડી હોવા છત્તાં કૌશિકીએ એક્સરસાઇઝ અને ડાયટથી ફિગરને મેઇનટેન કર્યુ. તેનું ટ્રાન્સફોર્મેશન ખરેખર ચોંકાવનારુ છે. જણાવી દઇએ કે, કૌશિકીએ કૃષ્ણા ચલી લંડન, ગુડિયા હમારા સભી પે ભારી અને કહાની 9 મહિને કી જેવા ટીવી શોમાં કામ કરી ચૂકી છે.
View this post on Instagram