લગ્ન પહેલા જ અક્ષર પટેલના જન્મ દિવસ પર તેને લીધી હતી ચમચમાતી બ્રાન્ડ ન્યુ મર્સીડીઝ કાર, પત્ની સાથે રાઈડનો આનંદ માણતા શેર કર્યો હતો વીડિયો, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ 26 જાન્યુઆરીના રોજ વડોદરાની મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ કપલના લગ્નની ઘણી બધી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જેમાં કપલની ખુશી સાતમા આસમાને છલકતી જોવા મળી રહી છે.

અક્ષર પટેલની પત્ની મેહા પટેલ કોઈ બૉલીવુડ અભિનેત્રી કે મોડલ નથી પરંતુ મેહા વ્યવસાયે ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન છે અને તે વડોદરાની રહેવાસી છે. મેહા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તે અક્ષર સાથેની રોમાન્ટિક તસવીરો શેર કરવાની સાથે સાથે ડાયટ પ્લાન પણ શેર કરતી રહે છે.

અક્ષર પટેલનો જન્મદિવસ 20 જાન્યુઆરીના રોજ હતો અને આ દિવસે પણ મેહાએ તેના સોશિયલ મીડિયામાં એક વીડિયો અને તસવીરો શેર કરી હતી. જેમાં જન્મ દિવસ પર આ કપલ બ્રાન્ડ ન્યુ મર્સીડીઝ કારનું માલિક બનેલું જોવા મળ્યું હતું. મેહા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં અક્ષર તેના મમ્મી પપ્પા અને મેહા સાથે કારની ડિલિવરી લેવા ગયેલો જોવા મળ્યો હતો.

મેહા પટેલ સાથે કોલાબ કરીને એક વીડિયો લેન્ડમાર્ક ગુજરાત પરથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું, “ભારતીય ક્રિકેટર @akshar.patelને તેમના જન્મદિવસ પર તદ્દન નવી મર્સિડીઝ-બેન્ઝ C-ક્લાસની ડિલિવરી સાથે, લેન્ડમાર્ક કાર્સે આ આનંદના દિવસને વિશેષ બનાવી દીધો. આ કપલે તેમની નવી કારમાં વૈભવી અને સ્ટાઇલિશ ડ્રાઇવનો આનંદ માણ્યો – અહીં વ્હીલ પાછળ બનેલી ઘણી વધુ યાદો છે! @meha2026”

આ ઉપરાંત ઘણી બધી તસવીરો મેહા સાથે કોલાબ કરીને પોસ્ટ કરવામાં આવી, જેના કેપ્શનમાં “ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર માટે ચમકતો સ્ટાર. લેન્ડમાર્ક કાર્સે ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને મેચ વિજેતા ઓલરાઉન્ડર @akshar.patel માટે તેની નવી મર્સિડીઝ-બેન્ઝ સી-ક્લાસની ડિલિવરી વખતે તેને ખાસ બનાવ્યું. અહીં તેમને અને તેમના પરિવારને તેમના સ્ટાર સાથેની સુખી અને આનંદદાયક યાદો માટે શુભેચ્છા પાઠવું છું.” લખવામાં આવ્યું.

સામે આવેલી તસવીરોમાં મેહા પટેલે રીબીન કાપી હતી અને સાથે જ બ્રાન્ડ ન્યુ કારને સાથિયો અને કંકુ ચાંદલા પણ કર્યા હતા. સાથે જ કપલના ચહેરા પર નવી કારનું ખુશી પણ સ્પષ્ટ ઝલકતી જોવા મળી રહી હતી. એક તસવીરમાં મેહા ડ્રાઈવિંગ સીટ પર પણ બેઠેલી જોવા મળી હતી. જયારે અક્ષર કારની બહાર ગ્લાસમાંથી તેને કંઈ કહેતો હોય તેમ દેખાઇ રહ્યું હતું.

આ દરમિયાન લેન્ડમાર્ક કાર્સ દ્વારા ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમના માટે એક ખાસ કેક પણ બનાવામાં આવી હતી જેને અક્ષર અને મેહાએ સાથે મળીને કાપી હતી. આ ઉપરાંત કપલે પોતાના પરિવાર સાથે અલગ અલગ પોઝ પણ આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે અક્ષર પટેલે પોતાના જન્મ દિવસ પર ખાસ મર્સીડીઝ બેન્ઝ સી ક્લાસ કાર ખરીદી હતી. જેની ઓનલાઇન એક્સ શોરૂમ પ્રાઈઝ 57.20 લાખ રૂપિયાથી શરૂ થઈને 63 લાખ રૂપિયા સુધીની છે. આ કાર દેખાવમાં પણ ખુબ જ શાનદાર છે અને ઘણા બધા ફીચર્સથી લેસ છે.

તમને જણાવી દઈએ કે અક્ષર પટેલ અને મેહા પટેલના અફેરની ખબરો ઘણા સમયથી ચાલી રહી હતી ત્યારે આખરે અક્ષરે તેના જન્મદિવસે વર્ષ 2022માં મેહા સાથે સગાઈ કરીને લોકોની અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધું અને હવે આ કપલ લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયું.

Niraj Patel