5 લોકોનો પરિવાર આગની ઝપેટમાં આવ્યો:સુરતમાં ચાર્જિંગમાં મૂકેલી ઇ-બાઈકમાં બ્લાસ્ટ, ગેસનો બાટલો પણ ફાટ્યો, 18 વર્ષની યુવતી ભડથું, વડોદરામાં 4 દુકાન ભડકે બળી
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
સુરતમાં વહેલી સવારે લિંબાયત વિસ્તારમાં ત્યારે અફરાતફરી મચી ગઇ જ્યારે એકસાથે બે ધડાકા થયા. આ બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત 18 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની પણ ખબર સામે આવી રહી છે. નીચે દુકાન અને ઉપર રેસિડેન્ટવાળા મકાનમાં પાછળના ભાગે સોસાયટીમાં ઈ-બાઈક ચાર્જિંગમાં મૂકી હતી અને આ દરમિયાન તેમાં બ્લાસ્ટ થવાને કારણે આગ ફાટી નીકળી.
ત્યારે નજીકમાં રહેલા ગેસ સિલિન્ડર સુધી આગ પ્રસરી જતા ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો અને આવી રીતે એકસાથે બે ધડાકા થતા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટને કારણે એક દીવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આજે વહેલી સવારે 5.35 વાગ્યે લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલ લક્ષ્મી પાર્ક સોસાયટીમાં નીચે હાર્ડવેરની દુકાન આવેલી છે અને ઉપર બે માળ રેસિડન્ટ છે. આ દુકાનની પાછળ વાડાના ભાગમાં સોસાયટીમાં ચાર્જિંગમાં મૂકેલ ઇ બાઇકમાં આગ લાગ્યા બાદ નજીકમાં રહેલ ગેસ સિલિન્ડરમાં પણ આગ લાગી હતી, જેને કારણે બ્લાસ્ટ થયો અને બે બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો.
બ્લાસ્ટને કારણે દુકાનની પાછળની દીવાલ અને ગેટનો દરવાજો અને સાથે સામેના મકાનની બારીના કાચ પણ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયરની ટીમ પહોંચી હતી અને અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી લગભગ એક કલાકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો.
ફાયર વિભાગની ટીમે ફસાયેલા લોકોનું TTL હાઇડ્રોલિક મશીન વડે સહી સલામત રેસ્ક્યૂ કર્યુ હતુ. આ બ્લાસ્ટમાં 18 વર્ષિય મહિમા દોલારામ સિરાવિનું મોત નિપજ્યુ છે, જ્યારે દોલારામ જસારામ સિરવિ, ચંપાબેન દોલારામ સિરવિ, ચિરાગ દોલારામ સિરવિ અને દેવિકા દોલારામ સિરવિ ઇજાગ્રસ્ત થયા છે.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.