કોણ છે ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહા, ખૂબસુરતીમાં નથી કોઇ અપ્સરાથી કમ નથી, કરે છે આ કામ

બધાય ક્રિકેટર્સ કરતા અક્ષરની પત્ની મેહા પટેલ છે ખાસ, ખાસિયત જાણીને કહેશો વાહ બહુ જ નસીબદાર છે ભાઈ અક્ષર….

ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ બાદ હવે ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનમાં બંધાયો છે. અક્ષર પટેલે તેની મંગેતર મેહા પટેલ સાથે સાત ફેરા ફર્યા હતા. અક્ષર અને મેહાના લગ્ન 26 જાન્યુઆરીએ ગુજરાતના વડોદરામાં થયા હતા. હાલમાં અક્ષર અને મેહાના લગ્નની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ લગ્ન માટે અક્ષરે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ સીરીઝમાંથી આરામ લીધો હતો.

અક્ષર પટેલ દુલ્હો બની તેની દુલ્હનિયા મેહાને લેવા પહોંચ્યો હતો. અક્ષર પટેલ સાથે નામ જોડાયા બાદથી મેહાની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. મેહા કોણ છે તેના વિશે લોકો જાણવા માગે છે. તો જણાવી દઇએ કે, અક્ષર પટેલની પત્ની મેહા પટેલ ડાયટિશિયન અને ન્યુટ્રિશિયન છે. તે અને અક્ષર બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

અક્ષરે મેહાને તેના 28માં બર્થ ડે પર લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ અને ત્યારે જ બંનેએ સગાઇની વીંટી એકબીજાને પહેરાવી હતી.વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં પદાર્પણ કરનાર અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1994ના રોજ આણંદમાં થયો હતો. 20 જાન્યુઆરી 2022ના રોજ અક્ષરે તેના 28મા જન્મદિવસ પર મેહા સાથે સગાઈ કરી હતી. અક્ષરે મેહાને અલગ રીતે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

ODI શ્રેણીમાંથી ઈજાના કારણે બહાર થયેલા અક્ષર પટેલે મંગેતર મેહાને અલગ રીતે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. અક્ષરે તેના જન્મદિવસ પર સગાઈ દરમિયાન “મેરી મી” બોર્ડ લગાવ્યા હતા અને તેણે ઘૂંટણિયે બેસી મેહાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. અક્ષર પટેલની પત્ની મેહા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. મેહાના એક હાથ પર Aksh ના નામનું ટેટૂ પણ છે.

મેહા પટેલનો જન્મ 26 માર્ચના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તે ખૂબસુરતીમાં અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તેની ફિટનેસને કારણે તેની સુંદરતામાં વધારે નિખાર આવ્યો છે. મેહાએ ડીટી નામનો પોતાનો ઉદ્યમ પણ સ્થાપિત કર્યો છે. તે સોશિયલ મીડિયાથી લોકોનું માર્ગદર્શન કરતી રહે છે. ઘણા ઓછા લોકો જાણે છે કે મેહાને ફરવાનો ઘણો શોખ છે. રીપોર્ટ્સ અનુસાર અક્ષર અને મેહાના લગ્ન ગુજરાતી પરંપરા અનુસાર થયા હતા.

આ લગ્નમાં પરિવારના લોકો સિવાય નજીકના મિત્રો અને ઘણા ક્રિકેટરોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. લગ્નમાં પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ, જયદેવ અનડકટ સહિત કેટલાક મહેમાનો સામેલ થયા હતા. અક્ષરે ઘણા ક્રિકેટર મિત્રોને લગ્ન માટે આમંત્રણ આપ્યુ હતુ પરંતુ વ્યસ્તતાને કારણે તેઓ આવી શક્યા નહોતા. ભારતીય ક્રિકેટ ટીમની અંદર ઘણા ગુજરાતી ક્રિકેટરોનો દબદબો રહ્યો છે.

વર્ષોથી ભારતીય ટીમમાં ગુજરાતી ક્રિકેટરો પોતાનું સ્થાન જમાવતા આવ્યા છે, જેમાં અજય જાડેજા હોય કે પછી રવિન્દ્ર જાડેજા, કે પછી યુવા ક્રિકેટર અક્ષર પટેલ. તેમને પોતાના પ્રદર્શનથી દેશ અને દુનિયામાં એક આગવું નામ બનાવ્યું છે.ક્રિકેટરોના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવામાં પણ ચાહકોને ખુબ જ રસ હોય છે.

Shah Jina