પીઠીમાં રાજકુમારી જેવી લાગતી હતી રાહુલની દુલ્હનિયા, તસવીરો જીતી રહી છે દિલ, ક્રિકેટરનો તો એકદમ ધાંસુ હતો અંદાજ, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન K L રાહુલ અને સુનિલ શેટ્ટીની લાડલી દીકરી લગ્નના બંધનમાં બંધાઈ ગયા. આ લગ્ન ખુબ જ ખાનગી સમારંભમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં ફક્ત 100 લોકોએ જ હાજરી આપી હતી, સાથે જ લગ્નમાં મોબાઈલ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ તસવીરો ના ક્લિક કરી શકે.

આ લગ્ન સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ પર યોજાયા હતા. જ્યાં મીડિયા પણ પહોંચી હતી પરંતુ તેમને પણ ઘરની બહાર જ ઉભા રહેવાનો વખત આવ્યો. લગ્ન બાદ સુનિલ શેટ્ટીએ બહાર આવીને મીડિયાનો આભાર માન્યો જેના બાદ અથિયા અને રાહુલ પણ ફોટોગ્રાફરને પોઝ આપવા માટે બહાર આવ્યા હતા.

ત્યારે તેમના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. હવે લગ્ન બાદ પણ તેમના અલગ અલગ પ્રસંગોની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં પીઠીની તસવીરો ગઈકાલે અથિયા અને રાહુલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી.

ત્યારે હવે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ રાની પિન્ક દ્વારા અથિયા અને રાહુલની જે જગ્યાએ પીઠી યોજવામાં આવી હતી તે સ્થળની બે તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં પ્રકૃતિના સાનિધ્યમાં ફૂલોથી શણગારેલી જગ્યા જોવા મળી રહી છે. આ તસ્વીરોને પણ હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

અથિયા અને રાહુલની પીઠીના સમારંભમાં બંનેએ ખૂબ જ રોમેન્ટિક રીતે એકબીજાને પીઠી લગાવી હતી. આથિયા શેટ્ટી પીચ રંગના એમ્બ્રોઇડરી સૂટમાં ખુશીથી ઝૂલતી જોવા મળે છે. તેના ચહેરા પર લગ્નની ચમક સ્પષ્ટ દેખાય છે. બંનેએ જેવી પીઠીની તસવીરો પોસ્ટ કરી તેની સાથે જ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.

પોતાની પીઠીના પ્રસંગ દરમિયાન રાહુલ અને અથિયાએ ખૂબ જ ક્યૂટ અંદાજમાં પોઝ આપ્યા હતા. કપલે તેમના ઇન્સ્ટા પર પીઠીના ફોટા અલગથી શેર કર્યા છે. આથિયા અને કેએલ રાહુલે પીઠી સેરેમનીમાં પરિવાર સાથે ખૂબ એન્જોય કર્યું હતું.  બંને પીઠી, ચંદન અને ફૂલોથી લપેટાયેલા જોવા મળ્યા હતા.

આથિયા અને કેએલ રાહુલના આ સુંદર ફોટા પર સેલેબ્સે પણ ઘણો પ્રેમ વરસાવ્યો છે. પપ્પા સુનીલ શેટ્ટીથી લઈને સામંથા રૂથ પ્રભુ સુધીની સેલિબ્રિટીઓએ કપલને અભિનંદન પાઠવ્યા છે. કેએલ રાહુલે પણ ઈન્સ્ટાગ્રામ પર પીઠી સેરેમનીની ઘણી તસવીરો શેર કરી છે. પરિવારના સભ્યો તેને પીઠી લગાવતા જોવા મળે છે.

આ ફંક્શનમાં કેએલ રાહુલને માત્ર પીઠી જ ચોળવામાં ના આવી પરંતુ તેના કપડા પણ ફાટી ગયા હતા. કેએલ રાહુલ તેની પીઠી સમારંભમાં કેટલા ખુશ છે તેની ઝલક તેના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. પીઠી માટે સમગ્ર સ્થળને ખાસ પીળા મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. તેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.

અથિયાએ પીઠીમાં ગોલ્ડન કલરનો આઉટફિટ પહેર્યો છે. આ આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. આથિયા અને કેએલ રાહુલ પીઠીમાં મેરીગોલ્ડના ફૂલ સાથે રમતા જોવા મળ્યા હતા. કપલની પીઠીની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને જાહેર કર્યા ન હતા. બંને વેકેશન અને અન્ય સ્થળોએ સાથે જોવા મળ્યા હતા. ત્યારે હવે બંને એકબીજા સાથે ભવો ભવના બંધનમાં બંધાઈ ગયા છે.

Niraj Patel