ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ લગ્નના બધનમાં બંધાઇ ગયા છે. તેણે મેહા પટેલ સાથે 26 જાન્યુઆરીના રોજ લગ્ન કર્યા. આ ખાસ અવસર પર ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફ પણ પહોંચ્યા હતા.મોહમ્મદ કૈફે ટ્વીટર પર બે તસવીરો શેર કરી અક્ષર પટેલને અને મેહાને શુભકામના પણ પાઠવી હતી. કૈફે જે તસવીર શેર કરી છે તેમાં અક્ષર અને મેહા બ્લુ ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. આ બંનેના ફોટો પર ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ફોટો ટ્વિટ કરવાની સાથે કૈફે શુભકામનાઓ પણ આપી હતી. ટ્વીટર પર ખૂબ જ ઓછા સમયમાં 1500થી વધુ લોકોએ કૈફના ફોટોને લાઈક કર્યો છે. પ્રતિક્રિયા આપતા ચાહકોએ વર-કન્યાના વખાણ કર્યા હતા. ક્રિકેટર જયદેવ ઉનડકટે પણ અક્ષરના લગ્ન પહેલાનો ફોટો પણ શેર કર્યો હતો. ઉનડકટે મહેંદી સેરેમની સંબંધિત ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અક્ષરે ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓને લગ્નમાં આમંત્રણ આપ્યું હતું.
પરંતુ વ્યસ્તતાના કારણે તે પહોંચી શક્યા ન હતા. અક્ષર અને મેહાના લગ્ન હાલ ચર્ચામાં છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે ફાઇનલી તેઓ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. તેઓએ ગુજરાતના વડોદરામાં લગ્ન કર્યા હતા. અક્ષર પટેલના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. લગ્ન માટે અક્ષરે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી આરામ લીધો હતો.
ભારતીય ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝ રમી રહી છે. જેના કારણે ખેલાડીઓ અક્ષરના લગ્નમાં જઈ શક્યા ન હતા. પરંતુ આરામ કરી રહેલા ખેલાડીઓ ત્યાં પહોંચી ગયા હતા. જેમાં જયદેવ ઉનડકટનું નામ સામેલ છે. જણાવી દઇએ કે, અક્ષર પટેલ અને તેની ગર્લફ્રેન્ડ મેહાએ ગયા વર્ષે 20 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
ડાબોડી સ્પિન બોલર અને ડાબોડી બેટ્સમેન અક્ષર પટેલે મેહાને તેના 28માં જન્મદિવસે પ્રપોઝ કર્યું હતું. ત્યારે જ બંનેએ એકબીજાને સગાઈની વીંટી પહેરાવી હતી. અક્ષર પટેલની પત્ની મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટો શેર કરતી રહે છે. જણાવી દઇએ કે, મેહા પટેલનો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો હતો અને ત્યાં જ મોટી થઈ હતી.
મેહા સુંદરતામાં મોટી અભિનેત્રીઓને પણ માત આપે છે. તેની ફિટનેસે તેની સુંદરતામાં વધુ વધારો કર્યો છે. ઘણા લોકો નથી જાણતા પરંતુ મેહાને ફરવાનું પસંદ છે અને તેના વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. તેના હાથ પર અક્ષરના નામનું ટેટૂ પણ છે.
મેહા પટેલ અને અક્ષર પટેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ગયા વર્ષે તેમની સગાઈ થઈ હતી. મેહા ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય છે.