મનોરંજન

કેલ્ક્યુલેટર છે તો ઘડિયા કેમ યાદ રાખીએ? દીકરા આકાશના સવાલ પર આ હતો મુકેશ અંબાણીનો જવાબ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. કયારેક તેના મોંઘા અને વૈભવી ઘરને લઈને તો ક્યારેક સૌથી પૈસાદાર ઉદ્યોગપતિને લઈને. નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેના બિઝનેસ સેન્સને લઈને જ ચર્ચામાં નથી રહેતા પરંતુ તેની પેરેટીંગ સ્ટાઇલને લઇને પણ મીડિયામાં ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Akash Ambani my💓 (@akash_ambani_mw) on

મુકેશ અંબાણીએ તેના ત્રણેય બાળકોને એ અહેસાસ નથી થવા દીધો કે તેની પાસે કેટલા પૈસા છે. આ વાત ખુદ નીતા અને મુકેશ અંબાણી ઘણા ઇન્ટરવ્યૂમાં કહી ચુક્યા છે. મુકેશ અંબાણીએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બાળકોમાં કંઈક એક્સ્ટ્રા તો હોવું જોઈએ પરંતુ ભણતરને લઈને નહીં. મુકેશ અંબાણીના ત્રણેય બાળકો એ વાતને સમજતા હતા. તે કયારે પણ ટોપર નથી રહ્યા પરંતુ તેના ફંડામેટલ્સ હંમેશા ક્લિયર હતા. મુકેશ અંબાણી એ જણાવ્યું હતું કે, તેનો મોટો દીકરો આકાશ એક દિવસ પૂછે છે કે પપ્પા જયારે કેલ્ક્યુલેટર છે તો ઘડિયા યાદ રાખવાની શું જરૂર છે. મુકેશ અંબાણીએ આકાશના આ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, દીકરા આપણે એ માટે યાદ રાખવા જોઈએ જેથી આપણા મગજમાં જ બધું સેટ થઇ જાય.

 

View this post on Instagram

 

A post shared by Mukesh Ambani (@mukeshambanioffcial) on

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું હતું કે, આ વાતથી આકાશ પર એવી અસર થઇ હતી કે તે સુતા પહેલા બધા ઘડિયા, ગુણાકાર અને ભાગાકાર યાદ કરીને સૂતો હતો. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, બાળકોને ભણતરનું મહત્વ સમજાવવા માટે બાળકો સાથે ભણતા હતા.