ખબર

ખુશખબર: ભારતીય ક્રિકેટ બેટ્સમેનના ઘરે આવી નાની પરી, પિતા બન્યો આ ખેલાડી- વાંચો અહેવાલ

અત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ૩ ટેસ્ટ મેચ સિરીઝની ફર્સ્ટ મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.મેચના 4th દિવસે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને જીત માટે 395 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઇન્ડિયા ટિમ ઓપનર બૅટ્સમેન રોહિત શર્માએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં સૌથી વધારે સિક્સરો ફટકારવાની સાથે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પહેલી ઇનિંગ્સમાં 176 રન બનાવનાર રોહિતે બીજી ઇનિંગ્સમાં 127 રન બનાવ્યા હતા. રોહિતે મેચમાં કુલ 13 સિક્સરો ફટકારી હતી. પ્રથમ ઇનિંગ્સમાં 6 અને બીજી ઇનિંગ્સમાં 7 સિક્સર ફટકારી હતી. એક ટેસ્ટમાં 13 SIXER ફટકારીને રોહિતે પાકિસ્તાનના વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો છે. અકરમે ઑક્ટોબર 1996માં 12 સિક્સરો ફટકારી હતી. આ મેચમાં રોહિતે 9મી સિક્સર ફટકારી ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. સિદ્ધુએ શ્રીલંકા સામે 1994માં એક ટેસ્ટમાં 8 સિક્સર ફટકારી હતી. રોહિત પહેલા આ રેકોર્ડ સિદ્ધુના નામે હતો.

કાઉન્ટી ચેમ્પિયનમાં રહાણે નિષ્ફળ રહ્યો હતો : ઇન્ડિયા ટીમ જે સમયે ઇંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમી રહી હતી ત્યારે અજિંક્ય રહાણે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમી રહ્યો હતો. કાઉન્ટી ચેમ્પિયનશીપમાં ૧૩ પારીમાં તે માત્ર એક જ સદી ફટકારી શક્યો હતો. આ ઉપરાંત તેણે એક અડધી સદી ફટકારી હતી. 20મેના રોજ પોતાના પહેલી કાઉન્ટી મેચમાં તેણે હેમ્પશાયર તરફથી 119 રન બનાવ્યા હતા.

આજે અજિંક્યે રહાણે અને તેની પત્ની રાધિકાના ઘરે પારણું બંધાયું છે. રાધિકાએ શનિવારે દીકરીને જન્મ આપ્યો છે. રહાણે આ સમયે વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાંથી રમી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ ઈંડિયાનો સ્ટાર સ્પિનર બનેલા હરભજને રહાણેને ટ્વીટરમાં શુભેચ્છા પાઠવી હતી. ઓફ સ્પિનર હરભજન સિંહે આ પ્રસંગે સોશિયલ મીડિયા પર અજિંક્ય રહાણેને શુભેચ્છા પાઠવી હતી.

થોડાક સામ પહેલા ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી હતી કે ભારતના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેના ઘરે નાનો મહેમાન આવવાનો છે. રહાણેએ ઇન્સ્ટાગ્રામ પર પત્ની રાધિકા સાથેની બે તસવીર શેર કરી છે, આ ફોટોમાં પત્નીના બેબી બમ્પ જોઈ શકાય છે. ભારતીય બેટ્સમેને જે તસવીર શેર કરી છે, તે સીમંત પ્રસંગની હોવાની લાગી રહી છે. તસવીરમાં તે મરાઠી વેશભૂષામાં નજરે પડી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે રાધિકા અને રહાણે બાળપણના મિત્રો હતા, તેમજ બેય આડોશ-પાડોશમાં જ રહેતા હતા. બેયનું ઘર સાવ નજીક હતું. તેમની બાળપણની ફ્રેન્ડશીપ સમય જતાં પ્રેમમાં બદલાઈ હતી અને બંનેએ 2014ના જોન લગ્ન કરી લીધા હતા.બેયના પરિવાર વર્ષોથી એક બીજાને ઓળખતા હતા. સમયની સાથે સાથે બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા. બેય પરિવાર અજિંક્ય અને રાધિકાની મિત્રતાને સારી રીતે જાણતા હતા અને બેયની Relationship ની વાત વધુ દિવસ છુપાયેલી રહી નહતી. જે બાદ બન્નેના પરિવારે આ સબંધને લઇને વાતચીત કરી હતી અને પછી સપ્ટેમ્બર 2014 સેહમતીથી લગ્ન કર્યા હતા.

તમને જણાવી દઈએ કે હરભજને ટ્વીટ કરીને લખ્યું કે, ‘નવા-નવા પિતા બનેલા અજિંક્યે રહાણેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ,મને આશા છે કે માતા અને નાનકડી પરી સ્વસ્થ હશે જીવનનો ખુબ જ સુંદર તબક્કો હવે શરૂ થઈ ચૂક્યો છે.’

તમને જણાવી દઈએ કે વર્ષીય અજિંક્ય રહાણેની ઉમર ૩૧ વર્ષ છે અને પોતાના ક્રિકેટ કરિયરમાં અત્યાર સુધીમાં 59 ટેસ્ટ, 90 વન ડે અને 20 ટી-20 ઈન્ટરનેશલ મેચમાં ભારતનું લીડીંગ કર્યું છે.