બોલિવૂડમાં એક્શન હિરો તરીકે જાણીતા અભિનેતા અજય દેવગણ આજે પોતાનો 51મો જન્મદિવસ મનાવી રહ્યા છે. તેમનો જન્મ 2 એપ્રિલ 1969ના રોજ દિલ્હીમાં થયો હતો. તો આજે તેમના જન્મદિવસના પ્રસંગે, તેમની લાઈફસ્ટાઈલ વિશે તમને જણાવીએ કે તેમણે શાહી લાઇફસ્ટાઇલ અને લક્ઝરી ગાડીઓનો ખૂબ જ શોખ છે.

90ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અજય દેવગન આજે પોતાની દરેક ફિલ્મ માટે મોટી રકમ લે છે અને તેમણે કારનો ખૂબ જ શોખ છે. આ જ કારણ છે કે અજય પાસે ઈન્ડસ્ટ્રીનું સૌથી શ્રેષ્ઠ કારનું કલેક્શન છે.

અજયે વર્ષ 2006માં Maserati Quattroporte ખરીદી હતી. આ કાર ખરીદનાર અજય દેવગણ પહેલા ભારતીય છે. આ કારની કિંમત લગભગ 2.8 કરોડ હતી.

આ સિવાય અજય દેવગણ પાસે રેન્જરોવર વોગ કાર પણ છે. આ કાર તેના સોલિડ ઓફ-રોડ પરફોર્મન્સ માટે જાણીતી છે અને તેની કિંમત 2.7 કરોડ છે. અજય પાસે પ્રતિષ્ઠિત બ્રાન્ડ મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ કાર પણ છે. આ લક્ઝરી કારની કિંમત 1.4 કરોડ છે અને તે સેલેબ્સની પસંદીદા કારોમાંની એક છે.

અજય દેવગન ટુ-સિટર BMW Z4 કાર પણ છે. આ કાર યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. આ કારની કિંમત લગભગ 98 લાખ છે. અજય પાસે રોલ્સ રોયસ કલિનન પણ છે. આ સુપર લક્ઝરી કારની કિંમત 6.95 કરોડ છે.

મુંબઈ સિવાય અજય દેવગણની લંડનમાં પણ એક વિલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવાય છે કે એમની આ વિલાની કિંમત 54 કરોડ રૂપિયા છે.

અજય દેવગણનું પોતાનું પ્રોડક્શન હાઉસ ‘અજય દેવગન ફિલ્મ્સ’ પણ છે. તેમની આ કંપનીની કિંમત આશરે 100 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે, પ્રોડક્શન હાઉસે કાજોલની ફિલ્મ ‘હેલિકોપ્ટર ઇલા’ બનાવી હતી.

અજય દેવગન એક એવા સ્ટાર છે જેમની પાસે પ્રાઇવેટ જેટ છે. તેણે 2010માં એક જેટ ખરીદ્યું હતું. અજય આ જેટનો ઉપયોગ શૂટિંગ્સ, પ્રમોશન્સ, અને પારસનલ ટ્રિપ્સ માટે કરે છે. હોકર 800 નામના આ જેટની કિંમત 84 કરોડ હોવાનું કહેવામાં આવે છે. જો કે, કેટલાક અહેવાલો અનુસાર, અજયે પોતાનું જેટ વેચી દીધું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.