બોલીવુડ અભિનેતા અજય એની કાજોલની પુત્રી નિસા ઘણી વાર ટ્રોલર્સના નિશાનાનો શિકાર બની ચુકી છે. નિસા કયારેક તેના સ્કિન ટોનના કારણે તો ક્યારેક કપડાના કારણે ટ્રોલ કરવામાં આવે છે. અજય દેવગણ હાલમાં જ આ મામલે ટ્રોલર્સ પર ભડક્યો હતો.
હાલમાં જ નિસા મુંબઈના બાન્દ્રામાં સ્પોટ થઇ હતી. નિસાની આ ફોટો જેવો સોશિયલ મીડિયામાં આવ્યો ત્યારે દરેક સમયની જેમ ટ્રોલર્સના નિશાન પર આવ્યો હતો. આ વખતે નિસા તેના કપડાં અને સ્કિન ટોનના કારણે નહીં પરંતુ તેના એક્સપ્રેશનને લઈને ટ્રોલ કરવામાં આવી હતી.
બાંદ્રામાં નિસા તેના મિત્રો સાથે જોવા મળી હતી. આ વીડિયો મશહૂર ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતો. આ વીડિયોમાં નિસા તેના દોસ્તો સાથે રેસ્ટોરન્ટ બહાર નીકળતા સમયે જોવા મળી હતી. જેમાં તેના ચહેરાના ભાવને જોઈને ટ્રોલ કરવામાં આવી હતી.
આ પહેલા નીસુ દાદા વીરુ દેવગણના નિધનના પછીના દિવસે પણ સલૂનમાં જવાને લઈને ટ્રોલ કરવામાં આવી હતી. જેમાં ફોટોમાં ન્યાસા બ્રાઉન કાર્ગો પેન્ટ, વ્હાઇટ ટોપ અને વ્હાઇટ સ્નીકર્સમાં કેમેરા સામે હસતા મોઢે જોવા મળી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી. ઘણા લોકોનું માનવું છે કે, બૉલીવુડ સેલેબ્સની અંદર સંવેદના જ નથી રહી.
તપુત્રી નિસાના ટ્રોલ થવાને કારણે અજય દેવગણનું એક નિવેદન પણ સામે આવ્યું હતું. અજય દેવગણે કહ્યું હતું કે, નિસા ફક્ત 15 વર્ષની જ છે. લોકો બધું ભૂલીને કંઈ પણ બકવાસ કરે છે. તેણીએ લોન્ગ ટી-શર્ટ સાથે શોર્ટ્સ પહેરી હતી. ટીશર્ટ વધારે લાંબુ હતું. જેના કારણે શોર્ટ્સ દેખાતી ના હોય લોકો ટ્રોલ કરવા લાગ્યા હતા.
જણાવી દઈએ કે, નિસા સિંગાપુરમાં ભણે છે. જયારે અજય દેવગનની પુત્ર યુગ 8 વર્ષનો છે. ફિલ્મોની વાત કરવામાં આવે તો અજય દેવગનની ફિલ્મ દે દે પ્યાર દે હાલમાં જ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અજય દેવગણની સાથે તબ્બુ અને રકૂલપ્રીત મુખ્ય ભૂમિકામાં હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.